નિકિતા ઠુકરાલ પહેલી ફિલ્મથી બની સુપરસ્ટાર
મુંબઈ, એવું કહેવાય છે કે દરેક સફળ વ્યક્તિ પાછળ તેના જીવનસાથીની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે, પરંતુ જીવનમાં ક્યારેક એવા નિર્ણયો આવે છે જેના કારણે બોલિવૂડ કલાકારોનું કરિયર ખતમ થવાના આરે આવી જાય છે.
આજે અમે એવી જ એક અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ, જેણે એક પછી એક ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ અચાનક તેના જીવનનો એક નિર્ણય તેની કારકિર્દી બરબાદ કરવાનું કારણ બની ગયો. આ નિર્ણય બીજું કોઈ નહીં પણ આ અભિનેત્રીનું અફેર હતું.
આવો તમને જણાવીએ કે આ અફેરને કારણે આ એક્ટ્રેસનું કરિયર કેવી રીતે સમાપ્ત થયું. અમે જે અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ તે સાઉથ ઈન્ડસ્ટ્રીની સુપરસ્ટાર રહી છે.
તેણે એક પછી એક ડઝનબંધ મલયાલમ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું અને દર્શકોને દિવાના બનાવ્યા. તેની સુંદરતા અને અભિનયથી બધા પ્રભાવિત થયા હતા. તે અભિનેત્રી બીજી કોઈ નહીં પરંતુ સાઉથ ઈન્ડસ્ટ્રીની સુપરસ્ટાર તરીકે જાણીતી નિકિતા ઠુકરાલ છે. ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જે રાતોરાત સ્ટાર બની ગયા. નિકિતા ઠુકરાલ તેમાંથી એક છે.
નિકિતાનો જન્મ પંજાબી પરિવારમાં થયો હતો. તેમણે કિશનચંદ ચેલારામ કોલેજ, મુંબઈમાં અભ્યાસ કર્યો અને અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી મેળવી.
સાઉથ ઈન્ડસ્ટ્રીના ફિલ્મમેકર ડી રામા નાયડુએ નિકિતાને રેસ્ટોરન્ટમાં જમતી જોઈ હતી. બસ અહીંથી તેમણે નિકિતાને પોતાની ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી. આ ફિલ્મથી નિકિતા રાતોરાત સુપરસ્ટાર બની ગઈ અને તેણે એક પછી એક ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. એક પછી એક અનેક સુપરહિટ ફિલ્મો આપનાર નિકિતા પડદા પર જોવા મળતી નથી. નિકિતાએ તેના જીવનમાં એક એવું પગલું ભર્યું, જેના
કારણે તેની આખી કારકિર્દી દાવ પર લાગી ગઈ. થયું એવું કે તેના અફેરને કારણે તેનું કરિયર ખતમ થવાના આરે આવી ગયું. નિકિતાએ કૈયેથુમ દોરાથ અને કલ્યાના રામુડુ જેવી ફિલ્મોથી ઘણું નામ કમાવ્યું હતું. તેની એક્ટિંગને ચાહકોએ ખૂબ વખાણી હતી.
પરંતુ આ દરમિયાન તેના અફેરના સમાચાર પણ સામે આવવા લાગ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મોમાં કામ કરતી વખતે નિકિતા સાઉથના સ્ટાર દર્શનની ખૂબ નજીક આવી ગઇ. બંને વચ્ચે પ્રેમ થઇ ગયો અને તેમના અફેરના સમાચાર બધે ફલાઇ ગયા.
અફેર સુધી બરાબર હતું. પરંતુ દર્શન પરિણીત હતા. આવી સ્થિતિમાં આ અફેર નિકિતાની કારકિર્દીને ખત્મ કરનારું સાબિત થયું. દર્શનની પહેલી પત્ની વિજયાલક્ષ્મીએ નિકિતા વિરુદ્ધ પોલીસ કેસ કર્યો અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો. દર્શનની પત્નીએ તેના પતિ પર મારપીટ અને ઘરેલુ હિંસાનો આરોપ પણ લગાવ્યો હતો.
તેનું એમ પણ કહેવું હતું કે દર્શન તેના અફેરને કારણે તેને જાનથી મારવા માંગતો હતો. જેના કારણે કોર્ટે દર્શનને સજા આપી હતી. આ ઉપરાંત નિકિતાને પણ આ કેસમાં સજા ભોગવવી પડી હતી.
મામલો અહીં અટક્યો નહીં, દર્શનની પત્ની વિજયાલક્ષ્મીએ કન્નડ ફિલ્મ ઓર્ગેનાઈઝેશન પાસે મદદ માંગી અને સંગઠને પણ તેની મદદ કરી. સંસ્થાએ નિકિતા પર ૩ વર્ષ માટે પ્રતિબંધ લાદ્યો, તેથી નિકિતાને ૩ વર્ષ પછી કામ મળતું બંધ થઈ ગયું અને તેથી તેની કારકિર્દી સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ. હવે નિકિતાએ બિઝનેસમેન ગગનદીપ સિંહ સાથે લગ્ન કરી લીધા. તેને એક પુત્રી પણ છે અને તે હવે તેની દુનિયામાં ખૂબ જ ખુશ છે.SS1MS