Western Times News

Gujarati News

ટીવી પર ફરી એક વાર છવાઇ જશે કોકિલા બેન

મુંબઈ, ટીવી પર આવતા અનેક શો એવા છે જે ઘર-ઘરમાં લોકો માટે ફેવરિટ બની જાય છે. આ શોમાં ભૂમિકા ભજવનાર એક્ટ્રેસ અને એક્ટર લોકોને ખૂબ પસંદ પડતા હોય છે. ખાસ કરીને એ રોલ ફેમસ થઇ જાય છે જેની ભૂમિકા જોરદાર હોય.

એવી જ એક સિરીયલ સાથ નિભાના સાથિયા આવતી હતી જેમાં કોકિલા બેનનો રોલ પ્લે કરનાર એક્ટ્રેસ રુપલ પટેલ પણ ખૂબ પોપ્યુલર છે. શોમાં જોવા મળતો એમનો એક ડાયલોગ કોરોના કાળમાં ખૂબ વાયરલ થયો હતો. ત્યારબાદ રુપલ પટેલની એક તસવીરો પર અઢળક મીમ્સ બનવા લાગ્યા હતા. રુપલ પટેલ એની જોરદાર એક્ટિંગ માટે ફેમસ છે. વર્ષો પછી ટીવીનો એક નવા શોમાં નજરે પડશે.

જો કે રુપલ પટેલ કયા શોમાં જોવા મળશે એની કોઇ જાણકારી મળી નથી. મળતી માહિતી અનુસાર સ્ટાર પ્લસના એક નવા શોમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. કોકિલા બેન બનીને રુપલ પટેલે ફેન્સનું દિલ જીતી લીધુ હતુ. મિડીયા રિપોટ્‌સનું માનીએ તો રુપલ પટેલ એક નવા વેન્ચર સાથે સ્ટાર પ્લસ પર વાપસી કરશે. એવામાં શું કોઇ નવો શો હશે? આ કહેવુ પણ મુશ્કેલ છે.

એવામાં રુપલ પટેલે એમની આઇકોનિક ભૂમિકા કોકિલા બેન માટે જાણીતી છે અને ફેન્સ માટે સુપર એક્સાઇટેડ છે. કોકિલા બેન બનીને જ્યાં એક સખ્ત સાસુના રોલમાં આવી હતી આવી હતી અને ઘર-ઘરમાં એમનો રોલ પસંદ કરવામાં આવ્યો હતો.

હવે રુપલ પટેલ કોઇ નવી ભૂમિકામાં ફેન્સને એન્ટરટેનમેન્ટ કરવા માટે આવી રહી છે, પરંતુ કયા શોમાં હવે જોવા મળશે એ જાણકારી મળી નથી. જલદી સ્ટાર પ્લસના એક નવા શોમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. કોકિલા બેન બનીને રુપલ પટેલે ફેન્સનું દિલ જીતી લીધુ હતુ.

ઉલ્લેખનીય છે કે ૨ જાન્યુઆરી ૧૯૭૫માં મુંબઇમાં જન્મેલી રુપલ પટેલ ગુજરાતી છે. રુપલ પટેલે બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં કામ કર્યુ છે, પરંતુ એની લોકપ્રિયતા ડેલી સોપ સાથ નિભાના સાથિયામાં કોકિલા બેનની ભૂમિકાથી મળી છે.

ઇન્સ્ટાગ્રામ પર એમને હાલમાં એકાઉન્ટ બનાવ્યુ છે જેમાં લગભગ ૨.૫ હજાર લોકો જોડાયેલા છે. રુપલ પટેલને બેસ્ટ સપો‹ટગ એક્ટ્રેસનો  એવોર્ડ પણ જીત્યો છે. સ્ટાર પરિવાર એવોર્ડમાં અનેક વાર નોમિનેશન મળ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.