શ્રીરામના આમંત્રણ પર ન ગયો અયોધ્યા અલ્લુ અર્જૂન
મુંબઈ, એક્ટર અલ્લુ અર્જૂન એવા સ્ટાર્સમાંથી એક છે જેને રામ મંદિર ઉદ્ઘાટન સમારોહ માટે આમંત્રિત કરવામાં આવ્યો હતો. જોકે, એક્ટરે આ મોકા પર પોતાની ઉપસ્થિતિ નોંધાવવાને નજરઅંદાજ કર્યુ અને બાકીના સેલિબ્રિટી સાથે તે અયોધ્યા ન જઈ શક્યો.
પરંતુ, તે હજુ પણ આ સમારોહની ઉજવણી કરી રહ્યો છે. ૨૩ જાન્યુઆરીએ, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના એક દિવસ બાદ એક્ટરે ઈન્સ્ટાગ્રામ પર એક ભાવુક નોટ શેર કરી હતી, જેમાં તેણે એક ભવ્ય મંદિરને લઈને પોતાની ખુશી વ્યક્ત કરી છે.
અલ્લુ અર્જુન રજનીકાંત, ઘનુષ, રામ ચરણ અને ચિરંજીવી જેવા દક્ષિણના મોટા સેલેબ્સમાંનો એક હતો જેને અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યો હતો. પરંતુ, દુર્ભાગ્યથી કોઈ કારણે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા એક્ટર આ કાર્યક્રમમાં સામેલ ન થઈ શક્યો. હવે તેણે શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પોતાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને એક હાર્દિક નોટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ‘પુષ્પા’ એક્ટરે લખ્યું, ‘ભારત માટે શું દિવસ છે. રામ મંદિર ઉદ્ઘાટનને લઈને ખૂબ જ ભાવુક અનુભવી રહ્યો છે. તેના આગમનથી મને લાગ્યું કે જેવી રીતે ભારતમાં એક નવા યુગની શરુઆત થઈ. હું ખરેખર આવનારા વર્ષોમાં અયોધ્યાને દુનિયાના સૌથી મોટા તીર્થ રુપે જોવા ઈચ્છુ છું.
જય શ્રી રામ. જય હિન્દ. અલ્લુ અર્જૂનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો છેલ્લીવાર તે ‘પુષ્પાઃ ધ રાઇઝ’માં જોવા મળ્યો અને તેમાં પોતાના પ્રદર્શનથી દર્શકોને ખૂબ જ ઈમ્પ્રેસ કર્યુ હતું. આ જ તે ફિલ્મ હતી જેણે લોકડાઉન બાદ પ્રમોશન વિના ધાંસૂ કમાણી કરી અને સિનેમા માટે એક આશાની કિરણ લઈને આવી.
ફિલ્મ એક્ટરે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને પોતાના પ્રદર્શન માટે સર્વશ્રેષ્ઠ એક્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ જીત્યો. હવે ફેન્સ તેના બીજા પાર્ટ ‘પુષ્પાઃ ધ રુલ’ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ સ્વતંત્રતા દિવસ પર સ્ક્રીન પર રિલીઝ થવાની છે.
તેની ટક્કર રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેન’ સાથે થશે. સુકુમાર દ્વારા નિર્દેશિત અને માઇથ્રી મૂવી મેકર્સ દ્વારા નિર્મિત આ ફિલ્મમમાં રÂશ્મકા મંદાના અને ફહદ ફાસિલ પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. ફિલ્મનું સંગીત રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દેવી શ્રી પ્રસાદે તૈયાર કર્યું છે.SS1MS