મહાભારતમાં એક શકુની હતોઃ પરંતુ હાલ મોબાઈલના રૂપમાં દરેક વ્યક્તિના ઘરે શકુની જોવા મળે છે
ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે ‘સફળ જીવન કા આધાર ગીતા સાર’ તથા ‘જીવન જીને કી કલા’શિબિરનો પ્રારંભ
(પ્રતિનિધિ) ભરૂચ, ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના ૫૦ માં વર્ષની સવર્ણ જયંતી મહોત્સવ અવસર પર ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી સેન્ટર અનુભૂતિ ધામ દ્વારા સફળ જીવન કા આધાર ગીતા સાર તથા જીવન જીને કી કલા શિબિરનું આયોજન કરેલ છે જે શિબિર તારીખ ૨૬,૨૭ અને ૨૮ મી જાન્યુઆરી આમ ત્રણ દિવસ રોજ સાંજે ૭ થી ૮ઃ૩૦ કલાક દરમ્યાન યોજાઈ રહી છે.
જે શિબિરના વક્તા માઉન્ટ આબુ થી પધારેલ રાજયોગીની બ્રહ્માકુમારી ઉષાદીદી શિબિરનું રસપાન કરાવી રહ્યા છે. ત્યારે આજે શિબિરના પ્રથમ દિવસે ઉષા દીદીએ જણાવ્યું હતું કે દરેક સમસ્યાનું સમાધાન છે ભગવત ગીતા વ્યક્તિના દરેક સમસ્યાનો સમાધાન ભગવદ ગીતા છે કોઈપણ પરિસ્થિતિઓનો ઉકેલ ભગવત ગીતા દ્વારા મળતો હોય છે તથા તેઓએ વિશેષ જણાવ્યું હતું કે હાલ દરેક મનુષ્યનું જીવન એક સંઘર્ષ છે.
મહાભારતમાં તો એક સકુની બતાવ્યો છે પરંતુ હાલ અત્યારે મોબાઈલના રૂપમાં દરેક વ્યક્તિના ઘરે સકુની જેવા વ્યક્તિઓ જોવા મળી રહ્યા છે.મોબાઈલના કારણે આજે વ્યક્તિઓ ખોટા માર્ગે પર દોરી રહ્યા છે.મોબાઈલનો ઉપયોગ સારી રીતે કરવો કે ખોટી રીતે કરવો તે પણ એક જરૂરી છે.
ત્યારે હાલ તો લોકો મોબાઈલ ની પાછળ કલાકો કલાકો બગાડી નાખતા હોય છે અને તે મોબાઈલના ઉપયોગથી તે ઘણા ક્રાઈમ છેતરપિંડી સહિતના ગુનાઓમાં પણ ફસાઈ જતા હોય છે ત્યારે આજના યુગમાં પણ આપ સૌએ અત્યારે પ્રાચીન સંસ્કૃતિને લઈને નહીં ચાલીએ ત્યાં સુધી પ્રગતિ નહીં થાય તેથી હવે આપને મોબાઈલનો ઉપયોગ યોગ્ય કામકાજ માટે જ કરવો સહિત આપણા બાળકો સંતાનોને પણ મોબાઈલના ખોટા ઉપયોગથી દૂર રાખવા સહિત આજે સફળ જીવન કા આધાર ગીતા સાર તથા જીવન જીને કી કલા શિબિરના પ્રથમ દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી સેન્ટરની સમર્પિત બહેનો માઉન્ટ આબુ જ્ઞાન સરોવર તથા ભરૂચ સબજોન ઈન્ચાર્જ પ્રભાદિદિ ભરૂચના સાંસદ મનસુખ વસાવા,જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી,ભરૂચ સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુ સહિત નામની અનામી વ્યક્તિઓ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી.