Western Times News

Gujarati News

તાપસીને ઘરે પ્રેમથી મેગી કહીને બોલાવવામાં આવે છે

મુંબઈ, તાપસી પન્નુનો જન્મ ૧ ઓગસ્ટ ૧૯૮૭ના રોજ થયો છે.ભારતીય અભિનેત્રી જે મુખ્યત્વે હિન્દી, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કરે છે. બે ફિલ્મફેર પુરસ્કારો અને એક ફિલ્મફેર ઓટીટી એવોર્ડ સહિત અનેક પુરસ્કારો જીતી ચૂકી છે.

તાપસી પન્નુના બહુ ઓછા ચાહકો તેનું હુલામણું નામ જાણે છે. તાપસીને ઘરે પ્રેમથી ‘મેગી’ કહીને બોલાવવામાં આવે છે. કારણ કે તાપસીના વાળ બાળપણથી જ એકદમ વાંકડિયા છે.

ટૂંકી મોડેલિંગ કારકિર્દી પછી પન્નુએ ૨૦૧૦ની તેલુગુ ફિલ્મ ઝુમ્મંડી નાદમથી અભિનયની શરૂઆત કરી અને ૨૦૧૧ની તમિલ ફિલ્મ આદુકલમમાં અભિનય કર્યો. ડેવિડ ધવનની કોમેડી ચશ્મે બદ્દૂર (૨૦૧૩) થી બોલિવુડમાં પ્રવેશ કર્યો હતો.

અનેક તેલુગુ અને તમિલ ફિલ્મોમાં લીડ રોલમાં ભૂમિકા ભજવ્યા પછી, પન્નુએ હિન્દી જાસૂસ ફિલ્મ બેબી (૨૦૧૫) અને કોર્ટરૂમ ડ્રામા પિંક (૨૦૧૬)માં શાનદાર અભિનયની ચાહકોએ ખુબ પ્રશંસા કરી હતી.

પન્નુએ બોલિવુડમાં ધ ગાઝી એટેક (૨૦૧૭), સામાજિક ડ્રામા મુલ્ક (૨૦૧૮), રોમેન્ટિક ડ્રામા મનમર્ઝિયાં (૨૦૧૮), થ્રિલર બદલા (૨૦૧૯), અને સ્પેસ ડ્રામા મિશન મંગલ (૨૦૧૯) દ્વારા પણ ધણું નામ કમાયું છે, બાયોપિક સાંઢ કી આંખ (૨૦૧૯) માં શાર્પશૂટર પ્રકાશી તોમરની ભૂમિકા ભજવવા માટે તેને શ્રેષ્ઠ અભિનેત્રી માટેનો ફિલ્મફેર ક્રિટીક્સ એવોર્ડ જીત્યો હતો.

અનુભવ સિંહાની ફિલ્મ થપ્પડ (૨૦૨૦) માં છૂટાછેડામાંથી પસાર થઈ રહેલી ગૃહિણીની ભૂમિકા માટે ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. હસીન દિલરૂબા (૨૦૨૧), રÂશ્મ રોકેટ (૨૦૨૧), અને લૂપ લપેટા (૨૦૨૨) ફિલ્મોમાં અભિનય કર્યો છે, અને ડંકી (૨૦૨૩)માં તેની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ રહી છે. અભિનય ઉપરાંત પન્નુ ધ વેડિંગ ફેક્ટરી નામની ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે.

તે પ્રીમિયર બેડમિન્ટન લીગમાં રમે છે, બેડમિન્ટન ફ્રેન્ચાઇઝી પુણે ૭ એસેસની માલિક પણ છે. તાપસી પન્નુએ માતા જય કૌર પબ્લિક સ્કૂલમાં શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું અને ગુરુ તેગ બહાદુર ઇÂન્સ્ટટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.

૨૦૦૮ના ટેલેન્ટ શો ગેટ ગોર્જિયસ માટે તેની પસંદગી કરવામાં આવી હતી, જે આખરે તેને અભિનય તરફ દોરી ગઈ.તાપસી પન્નુએ અનેક જાહેરાતમાં પણ કામ કર્યું છે. મોડેલિંગ દિવસો દરમિયાન ૨૦૦૮ની ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધામાં “પેન્ટાલૂન્સ ફેમિના મિસ ફ્રેશ ફેસ” અને “સફી ફેમિના મિસ બ્યુટીફુલ સ્કિન” સહિત અનેક ટાઇટલ જીત્યા હતા.

એક મોડેલ તરીકે રિલાયન્સ ટ્રેન્ડ્‌સ, રેડ એફએમ ૯૩.૫, યુનિસ્ટાઈલ ઈમેજ, કોકા-કોલા, મોટોરોલા, પેન્ટાલૂન, પીવીઆર સિનેમાસ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, ડાબર, એરટેલ, ટાટા ડોકોમો, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ, જેવી બ્રાન્ડ્‌સ સાથે કામ કરી ચૂકી છે.

અભિનેત્રીએ ‘પિંક’, ‘રÂશ્મ રોકેટ’, ‘થપ્પડ’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. લોકો હજુ પણ આ ફિલ્મો જોવાનું પસંદ કરે છે. ડંકી ફિલ્મમાં શાહરૂખ ખાન અને રાજકુમાર સાથે પહેલીવાર કામ કર્યું છે.SS1Ms


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.