Western Times News

Gujarati News

એક ગ્રુપમાં હોવા છતાં સુપર-૬માં ભારત-પાક.ની ટક્કર નહીં થાય

નવી દિલ્હી, સાઉથ આફ્રિકામાં અંડર-૧૯ વર્લ્ડ કપ ૨૦૨૪ રમાઈ રહી છે. ભારતીય ટીમનું પ્રદર્શન ટુર્નામેન્ટમાં અત્યાર સુધી શાનદાર રહ્યું છે. ભારતીય ટીમ સુપર-૬માં પહોંચી ચુકી છે. ભારત સાથે આ સુપર-૬ ગ્રુપમાં પાકિસ્તાન પણ છે. ક્રિકેટ ચાહકોને આશા છે કે તેમને ભારત અને પાકિસ્તાન વચ્ચે મહા મુકાબલો જાેવા મળશે. પરંતુ જણાવી દઈએ કે હાલ તે સંભવ નથી. ભારત અને પાકિસ્તાન એક ગ્રૂપમાં હોવા છતાં સુપર-૬ રાઉન્ડમાં એકબીજા સામે ટકરાશે નહીં.

અંડર-૧૯ વર્લ્ડકપ ૨૦૨૪ના ગ્રુપ સ્ટેજ પછી ભારત અને પાકિસ્તાનની ટીમો સુપર-૬ રાઉન્ડ માટે ગ્રૂપ-૧નો ભાગ છે. ભારતીય ટીમ ગ્રૂપ સ્ટેજ દરમિયાન ગ્રૂપ-એમાં હતી. જ્યારે પાકિસ્તાનની ટીમ ગ્રૂપ-ડીમાં હતી.

બંને ટીમો પોતપોતાના ગ્રૂપમાં ટોપ પર રહી હતી. દરેક ગ્રૂપની ટોપ-૩ ટીમોએ સુપર-૬ રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. આ રીતે ગ્રૂપ-એઅને ગ્રૂપ-ડીની ટીમોને સુપર-૬ના ગ્રૂપ-૧માં સ્થાન મળ્યું છે. જ્યારે ગ્રૂપ-બીઅને ગ્રૂપ-સીની ટીમો સુપર-૬માં ગ્રૂપ-૨નો ભાગ બની હતી.

ટૂર્નામેન્ટના નિયમો મુજબ ગ્રૂપ સ્ટેજમાં ટોપ પર રહેનારી ટીમો સુપર-૬ રાઉન્ડમાં એકબીજાનો સામનો કરશે નહીં. ભારત અને પાકિસ્તાન બંને પોતાના ગ્રૂપમાં ટોપ પર રહ્યા હતા. આ કારણોસર બંને સુપર-૬ રાઉન્ડમાં એકબીજા સાથે ટકરાશે નહીં.

આ સિવાય સુપર-૬ રાઉન્ડમાં કોઈપણ ટીમ પોતાના ગ્રૂપની ટીમ સામે ટકરાશે નહીં. આ રીતે ગ્રૂપમાં માત્ર બે ટીમો બાકી છે, જેની સામે કોઈપણ ટીમ ટકરાશે. જેમ કે ભારત ગ્રૂપ-ડીની બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમો સામે રમશે. એટલે કે તેનો મુકાબલો ન્યુઝીલેન્ડ અને નેપાળ સાથે થશે. ગ્રૂપ-ડીમાં પાકિસ્તાન પ્રથમ ક્રમે છે. તે ગ્રૂપ-એમાં બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમ આયર્લેન્ડ અને બાંગ્લાદેશ સાથે ટકરાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે સુપર-૬માં કોઈ ટક્કર જાેવા નહીં મળે. પરંતુ નોકઆઉટ રાઉન્ડમાં બંને ટીમો એકબીજા સાથે ટકરાશે. આસીસીની સત્તાવાર વેબસાઈટમાં સેમિફાઈનલની તસવીર સ્પષ્ટ નથી. એવી સંભાવના છે કે ગ્રૂપ-૧ની ટોપની ટીમ સેમિફાઈનલમાં ગ્રૂપ-૨ની બીજા સ્થાને રહેલી ટીમનો સામનો કરશે. આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ફાઈનલ પહેલા થાય તેવું લાગતું નથી. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.