અમારી પાસે સદી ફટકારી શકે એવો કોઈ ખેલાડી ન હતો : દ્રવિડ
હૈદ્રાબાદ, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને ઇંગ્લેન્ડ સામે ૨૮ રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ સમાપ્ત થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં જયારે ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડને હારના કારણો અંગે પૂછવામાં આવ્યું તો તેઓએ કહ્યું, “હું આજે તેમનું મૂલ્યાંકન કરવા માટે આટલો કઠોર નહીં બનું, મને લાગે છે કે અમારી ટીમે બોર્ડ પર પ્રથમ ઇનિંગમાં ૭૦ રન ઓછા છોડ્યા હતા.
જ્યારે બીજા દિવસે બેટિંગ કરવા માટે સ્થિતિ સારી હતી, ત્યારે અમે સારી શરૂઆત કરી હતી પરંતુ તેનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા.” બીજા દિવસે ભારતના ત્રણ બેટ્સમેન ૮૦થી વધુ રન બનાવીને આઉટ થયા હતા.
રાહુલ દ્રવિડે વધુમાં કહ્યું, “અમારી પાસે એવો કોઈ ખેલાડી ન હતો જે ટીમ માટે સદી ફટકારી શકે. બીજી ઇનિંગ હંમેશા પડકારરૂપ રહે છે. અમે ચેઝમાં નજીક આવી ગયા પરંતુ જીતની લાઈનને પાર કરી શક્ય ન હતા.
અમારે વધુ સારું બનવું પડશે.” પ્રથમ ઇનિંગમાં ઈંગ્લેન્ડ સામે યશસ્વી જયસ્વાલ ૮૦ રન, કેએલ રાહુલ ૮૬ અને રવિન્દ્ર જાડેજા ૮૭ રનની ઇનિંગ રમીને આઉટ થયા હતા. ભારતીય ટીમે ૪૩૬ રન બનાવ્યા હતા, પરંતુ દ્રવિડને લાગે છે કે પ્રથમ ઇનિંગમાં ઓછામાં ઓછા ૫૦૦ રન બનાવવા જાેઈતા હતા.
દ્રવિડે ઈંગ્લેન્ડના બેટ્સમેન ઓલી પોપના વખાણ કર્યા, જે પોતાની બીજી ઈનિંગમાં ૧૯૬ રન બનાવવામાં સફળ રહ્યો. દ્રવિડે કહ્યું, “અમારે ૨૩૦ રનનો પીછો કરવો જાેઈતો ન હતો, પરંતુ ઓલી પોપ આવ્યો અને તેણે શાનદાર ઇનિંગ્સ રમી. રમતમાં આ જ તફાવત હતો.
મેં ચોક્કસપણે કોઈને સતત અને સફળતાપૂર્વક આવું કરતા જાેયો નથી. ખાસ કરીને રિવર્સ સ્વીપ, આટલા લાંબા સમય સુધી અને સફળતાપૂર્વક રમવા બદલ તેને સલામ.” SS2SS