કોલ્ડ સ્ટોરેજ એસોસિએશને ભાડામાં વધારો કરવાનો ર્નિણય કર્યો

બનાસકાંઠા, કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની મળેલી બેઠકમાં, કટ્ટા દિઠ રૂપિયા ૧૦ વધારવાનો ર્નિણય લેવાયો છે. બનાસકાંઠા જિલ્લામાં ૧૯૯ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે.બનાસકાંઠા જિલ્લામાં આવેલા કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો કરવાનો ર્નિણય કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠકમાં કરાયો છે.
મજૂરી અને વીજ ખર્ચમાં વધારો થવાને કારણે કોલ્ડ સ્ટોરેજ એસોસિએશને ભાડામાં વધારો કરવાનો ર્નિણય કર્યો છે. કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની મળેલી બેઠકમાં, કટ્ટા દિઠ રૂપિયા ૧૦ વધારવાનો ર્નિણય લેવાયો છે. બનાસકાંઠા જિલ્લામાં ૧૯૯ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે.
કોલ્ડ સ્ટોરેજ એસોસિએશને કરેલ ભાડા વધારાના ર્નિણયને કારણે, કોલ્ડ સ્ટોરેજમાં ખાદ્ય ચીજવસ્તુઓનો સંગ્રહ કરનાર ખેડૂતોને વધુ ખર્ચ કરવો પડશે. જેનો બોજાે હળવો કરવા માટે ખેડૂતો અને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરનારાઓ ચીજવસ્તુના ભાવમાં વધારો કરશે.
જેનો સીધો અર્થ એ થયો કે હવે કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરેલ વસ્તુઓ મોંધી મળશે.બનાસકાંઠા જિલ્લામાં આવેલા ૧૯૯ કોલ્ડ સ્ટોરેજની સંગ્રહ શક્તિ ૩ કરોડ ૧૫ લાખ કટ્ટાની છે. હવે એસોસિએશને કટ્ટા દિઠ રૂપિયા ૧૦ના કરેલા વધારાને જાેઈએ તો ખેડૂતો અથવા તો વેપારીઓ કે જેઓ કોલ્ડ સ્ટોરેજમાં ચીજવસ્તુનો સંગ્રહ કરે છે તેમણે ૩૧.૫૦ કરોડ વધુ ચૂકવવા પડશે. SS3SS