લાખણી તાલુકાના મોરાલ ગામે જૂની અદાવતમાં ટોળાએ હુમલો કર્યો હતો
બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના મોરાલ ગામે પ્રજાસત્તાક દિવસે મારામારી સર્જાઈ હતી જૂની અદાવતમાં ટોળાએ હુમલો કર્યો હતો. જેમાં ચાર વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવા પડ્યા હતા.
બે જૂથ વચ્ચે લાકડીઓ અને ધોકાઓ લઈને હુમલો થયો હતો અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો.લાખણીના મોરાલ ગામે સામ સામે બે જૂથના હૂમલાની ઘટના બાબતે બંને પક્ષના ૪-૪ શખ્શો સામે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી. પોલીસે હુમલાની ઘટનામાં બોથડ પદાર્થ લઈને આવનારાઓ સહિતની તપાસ શરુ કરી છે.
આ દરમિયાન દલપતસિંહે આક્ષેપ કર્યો છે કે, તેઓએ કૌભાંડમાં સાથ નહીં આપતા હોવાને લઇને તેની અદાવતમાં માર મારવામાં આવ્યો હતો. તેઓએ ગંભીર આરોપ લગાવ્યા હતા કે, તેમની પર હુમલો કરનારાઓ કૌભાંડમાં સાથ માંગનારાઓ હતા. હાલ તો ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસે તપાસ શરુ કરી છે. SS3SS