અડેરણ ગામની ઘટના બાદ 18 માથાભારે આરોપીઓને પોલીસે પકડ્યા
(પ્રતિનિધિ) અંબાજી, બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા અડેરણ ખાતે ૨૪ જાન્યુઆરીના રોજ રાત્રે દવજા હટાવવાને લઈને સર્જાઈ હતી ગંભીર ઘટના બે પક્ષ વચ્ચેના વિવાદ બાદ દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને દાંતા પોલીસે નામજોગ ૧૮ સહિત માણસોના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધી અને ઘરપકડ કરી છે .
વાત કરવામાં આવે તો અડેરણ ગામમાં અજયપાલ દાદા ના મંદિર નજીક લીમડા પર લાગેલ રામની ધ્વજા બાબતે સર્જાયો હતો વિવાદ અને અચાનક મસ્જિદ પાસેથી માથાભારે તત્વોનું ટોળું હથીયાર, ધોકા અને લાકડીઓ સાથે આવતા મોટી માથાકૂટ થઈ હતી અને તાત્કાલીક દાંતા પોલીસ ઘટના સ્થળે દોડી આવતા મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.૨૪ જાન્યુઆરી રાત્રે ૧૦ કલાકે અમુક લોકોએ લીમડા ના ઝાડ પરથી ધ્વજા ને હટાવી લેવા ધમકી આપી હતી અને પોલીસ ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે ભગવાન રામની ધજાને ફાડવામાં આવી હતી.
આ બબાલ બાદ હિન્દુ પક્ષના લોકો સામે હુમલો કરવાની તૈયારી દર્શાવાઈ હોવાનું એફઆઇઆરમાં ઉલ્લેખ કરાયો છે.૨૪ તારીખના રાત્રે ધજા ઉતારી લેવા બાબતે વિવાદ સર્જાયો હતો અને ઘટના સ્થળે પોલીસ આવી જતા મામલો થાળે પડ્યો હતો.સમગ્ર ઘટનાને લઈ કુલ ૧૮ સહિત માણસોના ટોળા સામે દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી અને ૧૮ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે
પોલીસે હાલ પોલીસ દ્વારા બંદોબસ્ત ગામમાં ગોઠવી દેવાયો છે.હાલમાં શાંતી ભર્યો માહોલ ગામમા જોવા મળી રહ્યો છે.ફરિયાદીએ જણાવ્યું કે અમે આ વિસ્તારમાં અમે લઘુમતીમા છીએ અને મુસ્લિમ સમાજ બહુમતીમા છે. ગામમા ચાલતી ચર્ચા મુજબ ગામના સરપંચે હજુ સુધી ગામની મુલાકાત લીધી નથી. કેટલાક લોકોએ જણાવ્યું કે સરપંચની બેદરકારીથી ઘટનાએ મોટું રૂપ ધારણ કર્યું તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.