રેડ કાર્પેટ પર આલિયા ભટ્ટે સાડીમાં લૂંટી મહેફિલ
મુંબઈ, બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટે ફિલ્મફેર એવોર્ડ્સમાં ૨૦૨૪માં ગ્રાન્ડ એન્ટ્રી મારી હતી. અદાકાર આલિયા ભટ્ટે રેડ કાર્પેટ પર ક્રીમ કલરની ખૂબસુરત સાડીમાં ધમાકેદાર એન્ટ્રી મારી હતી. અદાકારની આ તસવીરો સોશિયલ મિડીયામાં આવતાની સાથે વાયરલ થઇ ગઇ છે.
આલિયા ભટ્ટની આ યુનિક સાડીએ દરેક લોકોનું ધ્યાન ખેંચ્યુ હતુ. આ દરમિયાન એક્ટ્રેસ એકદમ કુલ લુકમાં જોવા મળી. અદાકાર આલિયા ભટ્ટની આ તસવીરો સોશિયલ મિડીયામાં પર વાયરલ થઇ રહી છે. આલિયા ભટ્ટ ફિલ્મફેરની ગ્રાન્ડ ઇવેન્ટમાં કંઇક હટકે લુકમાં જોવા મળી હતી.
આ સમયે આલિયા સુપર કુલ અંદાજમાં જોવા મળી. આલિયાનો આ લુક ફેન્સને ખૂબ પસંદ પડી રહ્યો છે. આલિયા ભટ્ટની આ તસવીરો પર ફેન્સ જાતજાતની કોમેન્ટ્સ કરીને વખાણ કરી રહ્યા છે. અદાકાર આલિયા ભટ્ટે બહુ બધી તસવીરો ક્લિક કરાવીને એકથી એક મસ્ત પોઝ આપ્યા છે.
પૈપરાઝીએ બહુ બધી તસવીરો ક્લિક કરી અને સોશિયલ મિડીયામાં વાયરલ થઇ ગઇ. એક્ટ્રેસ આ દરમિયાન ફ્રેશ અને એનર્જીથી ભરપૂર નજરે પડી હતી. આ તસવીરોએ હાલમાં ફેન્સનું દિલ જીતી લીધુ છે. આ તસવીરો આલિયાનો લુક જોઇને તમે પણ ફિદા થઇ જશો.
એક યુઝરે આલિયાની આ તસવીર પર કોમેન્ટ કરી છે કે કેટલી એનર્જેટિક લાગી રહી છે. ઓફ શોલ્ડર બ્લાઉઝ આલિયાના લુકમાં ચાર ચાંદ લગાવે છે.
ફિલ્મફેર એવોર્ડની વાત કરવામાં આવે તો આલિયા અને રણબીરે બાજી મારી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મફેર એવોર્ડ ૨૮મી જાન્યુઆરી એટલે કે શનિવારના રોજ ટેકનિકલ પુરસ્કારો સાથે થઇ હતી. આ સાથે ફિલ્મફેર એવોર્ડ્સનો મુખ્ય કાર્યક્રમ રવિવાર સાંજે એટલે કે ૨૯મી જાન્યુઆરીએ યોજાયો હતો. આ એવોર્ડ્સમાં બોલિવૂડ સ્ટાર્સથી લઇને બીજા અનેક સેલેબ્સે ધૂમ મચાવી દીધી હતી.
આ એવોર્ડ્સમાં કરણ જોહર, આયુષ્માન ખુરાના, સારા અલી ખાન, વરુણ ધવન, જાન્હવી કપૂર જેવા અનેક બી ટાઉનના સેલેબ્સ શામેલ થયા હતા. શાહરુખ ખાનની એક્શન Âથ્રલર ફિલ્મ જવાનને સર્વશ્રેષ્ઠ એક્શન ફિલ્મનો પુરસ્કાર મળ્યો. આ લિસ્ટમાં બીજા પણ અનેક નામ છે. વરુણ ધવનથી લઇને અનેક સેલેબ્સ એવોર્ડ દરમિયાન પરફોર્મ પણ કર્યુ હતુ.SS1MS