બિગરોક મોટરસ્પોર્ટે સીએટ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ માટે પહેલી રેસ જીતી
- બીબી રેસિંગની ફ્રાન્સના જોર્ડી ટિક્સિઅરે હોન્ડા પર રાઇડ કરીને 450સીસી ઇન્ટરનેશનલ રેસમાં પહેલું સ્થાન મેળવ્યું
- બિગરોક મોટરસ્પોર્ટના ઓસ્ટ્રેલિયન રેસર રીડ ટેલરે કાવાસાકી રાઇડ કરતા 250સીસી ઇન્ટરનેશનલ રેસનું નેતૃત્વ કર્યુ
- બિગરોક મોટરસ્પોર્ટના થાઈલેન્ડના થાનારાત પેંજને કાવાસાકી રાઇડ કરતા 250સીસી ઈન્ડિયા એશિયા મિક્સ જીતી
પૂણે, 29 જાન્યુઆરી, 2024 – પૂણે ખાતે સૌપ્રથમ રેસ માટે સીએટ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગે (આઈએસઆરએલ)ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો જેમાં બિગરોક મોટરસ્પોર્ટે ઇવેન્ટમાં ટીમ તરીકે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પૂણેના પ્રેક્ષકોનું સ્વાગત કરતા બીબી રેસિંગના ફ્રાન્સના જોર્ડી ટિક્સિઅરે હોન્ડા પર સવારી કરતા 450સીસી ઇન્ટરનેશનલ રેસમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. બિગરોક મોટરસ્પોર્ટના ઓસ્ટ્રેલિયન રેસર રીડ ટેલરે કાવાસાકી પર રાઇડ કરતા 250સીસી ઇન્ટરનેશનલ રેસમાં વિજય મેળવી ટીમને આગળ વધારી હતી. બિગરોક મોટરસ્પોર્ટના થાઇલેન્ડના થાનારાત પેંજને કાવાસાકી પર રાઇડ કરતા 250સીસી ઈન્ડિયા એશિયા મિક્સ જીતીને ટીમને વધારાનો સપોર્ટ પૂરો પાડ્યો હતો.
બિગરોક મોટરસ્પોર્ટે પૂણે ખાતે યોજાયેલી અગ્રણી ફ્રેન્ચાઇઝી-આધારિત સુપરક્રોસ કમ્પિટિશન એવી સૌપ્રથમ સીએટ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ (આઈએસઆરએલ) ખાતે તમામ કેટેગરીમાં પોડિયમ મેળવીને પૂણેના પ્રેક્ષકોને સરપ્રાઇઝ આપી હતી.
પૂણે ખાતે યોજાયેલી સિઝન 1ની પહેલી રેસમાં ચાર કેટેગરીઓમાં આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનો તથા ઊભરતા ભારતીય સ્ટાર્સની પ્રભાવશાળી લાઇનઅપ જોવા મળી હતીઃ 450સીસી ઇન્ટરનેશનલ રાઇડર્સ, 250સીસી ઇન્ટરનેશનલ રાઇડર્સ, 250 સીસી ઈન્ડિયા-એશિયા મિક્સ અને અત્યંત સ્પર્ધાત્મક 85 સીસી જુનિયર ક્લાસ. સમગ્ર દુનિયાના ટોચના રાઇડર્સ ભારતમાં એકત્રિત થતા આ સિરીઝ ગ્લોબલ સુપરક્રોસ સુપ્રીમસી માટે અલ્ટીમેટ ગ્રાઉન્ડ બનશે. આ લીગ તમામ વયજૂથના અને નિપુણતા સ્તરના રાઇડર્સ માટે સુરક્ષિત અને સ્પર્ધાત્મક માહોલ પૂરો પાડવા માટે પ્રતિબદ્ધ છે.
સીએટ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગના કો-ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી વીર પટેલે સિઝન 1ની પ્રથમ રેસ પૂરી થવા પર પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “પૂણેના પ્રેક્ષકો તરફથી મળેલા પ્રતિસાદથી અમે ખૂબ જ ઉત્સુક છીએ અને તેમનો ઉત્સાહ અભૂતપૂર્વ હતો. સીએટ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ ભારતને વિશ્વના સુપરક્રોસ માટે મહત્વનું સ્થળ બનાવશે. રાઇડર્સે આ રમતની અદ્વિતીય નિપુણતા અને પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
અમે તમામ સ્પર્ધકોએ રેસ જીતવા માટે જે પ્રકારે ભાગ લીધો અને દ્રઢતા દર્શાવી તેનું સન્માન કરીએ છીએ. ભાગ લેનાર ટીમો અને વિજેતાઓને અમે અભિનંદન પાઠવીએ છીએ. સીએટ આઈએસઆરએલ ખાતે અમે અમદાવાદમાં ચાહકોને અભૂતપૂર્વ અનુભવ પૂરો પાડવા માટે આતુર છીએ.”
પૂણેમાં સ્પર્ધાની અનન્ય રીતે શરૂઆત થઈ હતી જેમાં 10,000 પ્રેક્ષકો બાલેવાડીમાં શ્રી શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઊમટી પડ્યા હતા. હવે આ સ્પર્ધા ટ્રાન્સસ્ટેડિયાના એકા અરેના ખાતે 11 ફેબ્રુઆરીએ અમદાવાદ શિફ્ટ થશે. લીગની ફાઇનલ ઇવેન્ટ નવી દિલ્હી ખાતે યોજાશે. સીએટ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ 25મી ફેબ્રુઆરી, 2024ના રોજ દિલ્હીમાં જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમ ખાતે નિર્ધારિત થયેલી છેલ્લી રેસ સાથે તેની દિલધડક સિઝન પૂરી કરશે.
સીએટ આઈએસઆરએલ સિઝન વન રાઇડર ઓક્શન અને ટીમ સિલેક્શન અંગેના અપડેટ્સની વધુ માહિતી મેળવવા માટે અમારી ઓફિશિયલ વેબસાઇટ https://indiansupercrossleague.com/ની મુલાકાત લો.