ધારિયા, ડંડા અને ફરસી જેવા હથિયારો લઈ ગાય દોહવા જેવી બાબતે બે પરિવાર એકબીજા પર તૂટી પડ્યા
નડિયાદના મોકમપુરા ગામમાં ગાય દોહવા મામલે બે પરિવાર વચ્ચે ધિંગાણું: પ ઘાયલ
નડિયાદ, નડિયાદ તાલુકાના મોકમપુરા સીમમાં રહેતા એક જ ભરવાડ પરિવારના સભ્યો વચ્ચે ભારે દંગલ થતા મોટુ ધીગાણુ થયું હતું જેમાં ધારીયા, લાકડાના ડંડા અને ફરસી જેવા ઘાતક હથિયારો લઈ એકબીજા પર હુમલો કર્યો હતો. આ બનાવમાં પ વર્ષની બાળકી સહિત પ લોકો ઘાયલ થયા હતા. આ મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં સામસામે કુલ ૧૭ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે.
નડિયાદ તાલુકાના મોકમપુરા ગામની સીમમાં શેઢી નદીના પુલ પાસે રહેતા ૩૦ વર્ષીય દેવશીભાઈ ગોરધનભાઈ ભરવાડ પોતે પશુપાલનનો વ્યવસાય કરે છે. જે સાંજના સમયે પોતાની પત્ની રતનબેન અને બીજા તેમના ઘરના સભ્યો સાથે ઘર નજીક ગાયો દોહવાનું કામ કરતા હતા તેમના ભાઈ રામાભાઈની પત્ની જયોતિબેન પણ અહીંયા ગાયો દોહતા હતા. આ સમયે પાડોશમાં રહેતા તેમના કૌટુંબિક બાબરભાઈ કાનાભાઈ ભરવાડ, જયોતિબેનને જોઈ તને સંતાન થવાનું નથી !
તું મારી સામે કેમ ? આવી જાય છે તેવું જણાવી અપશબ્દો બોલવા લાગ્યા હતા. જે બાબતે મામલો બીચકતા દેવશીભાઈ ભરવાડ અને બાબરભાઈ ભરવાડના કૌટુંબિક સભ્યો આમને સામને આવી ગયા હતા. આ બનાવમાં દેવસીભાઈ ગોરધનભાઈ ભરવાડ, ગોરધનભાઈ ભરવાડ, રાજુભાઈ ભરવાડ અને પાંચ વર્ષિય ધર્મિષ્ઠાબેન ભરવાડને ઈજાઓ પહોંચી હતી.
આ મામલે દેવસીભાઈ ભરવાડે હુમલો કરનાર રત્નાભાઈ બાબરભાઈ ભરવાડ, સુરેશભાઈ રત્નાભાઈ ભરવાડ, બાબરભાઈ કાનાભાઈ ભરવાડ, ભનુભાઈ કનુભાઈ ભરવાડ, મોરભાઈ બાબરભાઈ ભરવાડ, લાખાભાઈ રત્નાભાઈ ભરવાડ, નથુભાઈ કનુભાઈ ભરવાડ, કનુભાઈ કાનાભાઈ ભરવાડ, મહેશભાઈ કનુભાઈ ભરવાડ અને રણુભાઈ બાબરભાઈ ભરવાડ વિરૂદ્ધ નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જયારે સામાપક્ષે રણુભાઈ ભરવાડે આપેલી ફરિયાદમાં આ ગોરધનભાઈની ગાય તેમના ગાય આગળ મુકેલ દાણ ખાવા આવતા રત્નાભાઈ ભરવાડે ગાયને ભગાડતા આ મામલો બીચકયો હતો અને સામાવાળાઓએ ધારીયા, લાકડાના ડંડા અને ફરસી જેવા ઘાતક હથિયાર લઈ આવી હુમલો કર્યો હતો જેમાં એક વ્યકિતને ગંભીર ઈજાઓ તો અન્યને સામાન્ય ઈજાઓ પહોચી હતી
આ મામલે ફરિયાદી રણુભાઈ ભરવાડે હુમલો કરનાર ગોરધનભાઈ ભરવાડ, દેવશીભાઈ ભરવાડ, રામાભાઈ ભરવાડ, સોમાભાઈ ભરવાડ, ગંગારામ ભરવાડ, ડાહ્યાભાઈ ભરવાડ અને રાજુભાઈ ભરવાડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.