Western Times News

Gujarati News

સંજેલી તાલુકાની કરસનપુરા અને ઢેઢિયાનોનળો પ્રા.શાળામાં બાળકોને ઓટલે બેસાડી બનાવાય છે 

જર્જરિત ઓરડાને કારણે કડકડતી ઠંડીમાં પાયાનું શિક્ષણ મેળવવા લાચાર ધાબાની છતથી જર્જરીત હાલત અને દીવાલોમાં તિરાડ પડી જતાં બહાર બેસી શિક્ષણ મેળવવા લાચાર 

સંજેલી:  સંજેલી તાલુકાના ઢેઢિયાનોનળો અને કરશનપુરા પ્રાથમિક શાળા ના મકાનો જર્જરીત હાલતમાં પહોંચી જતાં શાળામાં અભ્યાસ કરવા આવતા આદિવાસી બાળકોને શાળાના ઓટલા પર બેસીને બનવાની નોબત આવી પડી છે

સંજેલી તાલુકાનું ઢેઢિયાનોનળો અને કરશનપુરા પ્રાથમિક શાળાનું મકાન છેલ્લા ઘણાં વર્ષથી જર્જરીત હાલતમાં છે કોઈ બાળક અકસ્માતનો ભોગ ન બને તે માટે શિક્ષકોએ શાળાના બાળકોને વર્ગના ઓટલે બેસાડી ભણાવવા પડી શું રહ્યા છે શાળાના છતના ભાગે જર્જરીત હાલત કરી રહી છે તેમજ દીવાલો પર પણ તિરાડો પડી ગયેલી દેખાય છે શાળામાં ધોરણ 1થી 5 ના વર્ગો ચાલે છે ઠેઢિયાનોનળો પ્રાથમિક શાળામાં એક ઓરડો સારો છે

તેમાં ધોરણ 1થી 5ના 35 જેટલા બધા વિદ્યાર્થીઓને બેસાડી ભણાવવામાં આવી રહ્યા છે જ્યારે કરશનપુરા પ્રાથમિક શાળામાં 3 ઓરડાની સદંતર જર્જરિત હાલત હોવાથી ધોરણ 1થી 5ના 55 જેટલા બાળકોને કડકડતી ઠંડીમાં ઓટલા પર બેસાડી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે એક જ ઓરડા પર વિદ્યાર્થીઓને બેસાડી ભણાવવામાં ડિસ્ટર્બ થતું હોવાથી બાળકોને પૂરતું જ્ઞાન પણ મળતું નથી  મકાનની જર્જરીત હાલત અંગે અધિકારીઓને શાળાના શિક્ષકો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે છતાં પણ કોઈ જવાબ ન મળતાં બાળકોને ઓટલે બેસાડી બનાવવામાં આવી રહ્યા છે.

કરશનપુરા પ્રાથમિક શાળા જાણે રામભરોસે હોય તેમ બાળકોને જર્જરીત રૂમના ઓટલા પર જીવના જોખમે બેસી અભ્યાસ મેળવી રહ્યા છે  ત્યારે રૂમની અંદર  કૂતરાઓ બેસી અેટીસથી આરામ ફરમા વી રહ્યા છે

જર્જરિત ઓરડાની હાલતને કારણે એક રૂમ તો સદંતર 2 વર્ષથી બંધ કરી દેવામાં આવ્યો છે જ્યારે અન્ય રૂમો પણ જર્જરિત  હોવાથી બાળકોને ઓટલા પર બેસાડી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે જર્જરીત ઓરડાની ફાઈલો પણ 4 વર્ષથી તાલુકા પંચાયતમાં આપેલી છે

કરસનપુરા આચાર્ય રાઠોડ પરવતસિહ  જર્જરિત ઓરડામાં બાળકોને બેસાડી અભ્યાસ ન કરાવવા માટે વારંવાર તંત્ર દ્વારા સૂચના આપવામાં આવે છે જેના કારણે બાળકોને ઓટલા પર બેસાડી અભ્યાસ આપવામાં આવી રહ્યો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.