Western Times News

Gujarati News

અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ ૪૯મો જન્મદિવસ ઉજવ્યો

મુંબઈ, ચુલબુલા હાસ્ય સાથે બોલિવૂડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટા એક્ટિંગ જગતમાં જાણીતું નામ છે. ફિલ્મ ‘દિલ સે’થી પોતાના કરિયરની શરૂઆત કરનારી પ્રીતિ ઝિન્ટાએ બોલિવૂડમાં ‘દિલ ચાહતા હૈ’, ‘કલ હો ના હો’, ‘વીર ઝારા’, ‘કભી અલવિદા ના કહેના’ જેવી ઘણી યાદગાર ફિલ્મો આપી છે. અભિનેત્રી લાંબા સમયથી ફિલ્મોથી દૂર હોવા છતાં તે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે.

આ દિવસોમાં પ્રીતિ ઝિન્ટા તેના પતિ જીન ગુડનફ સાથે લોસ એન્જલસમાં એક આલીશાન મકાનમાં રહે છે, જ્યાં તે ઘણીવાર સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે પ્રીતિ ઝિન્ટાએ પોતાના ઘરને ખૂબ જ સુંદર રીતે સજાવ્યું છે.

તેના જન્મદિવસના ખાસ અવસર પર ચાલો અમે તમને અભિનેત્રીની હોમ ટૂર પર લઈ જઈએ. આ પ્રીતિ ઝિન્ટાના ઘરનો લિવિંગ રૂમ છે, જે ઘણો મોટો અને લક્ઝુરિયસ છે. પોતાના લિવિંગ રૂમને ક્લાસી બનાવવા માટે પ્રીતિ ઝિંટાએ તેની તમામ દિવાલો પર વ્હાઈટ કલરથી પેન્ટ કરાવ્યું છે.

પ્રીતિ ઝિન્ટાનું રસોડું પણ એકદમ લક્ઝુરિયસ અને મોટું છે. અભિનેત્રી અવાર-નવાર તેના રસોડાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. પ્રીતિ ઝિંટાએ પોતાના ઘરના રસોડા માટે સફેદ રંગ પસંદ કર્યો છે અને અભિનેત્રીએ અહીં આધુનિક ફર્નિચર પણ કરાવ્યું છે.

પ્રીતિ ઝિંટાએ પોતાના ઘરને સજાવવા માટે અલગ-અલગ પ્રકારની ફોટો ફ્રેમ્સ પણ લગાવી છે. અભિનેત્રીએ એલઇડી પેનલની બંને બાજુઓ સરસ રીતે શણગારેલી છે. અનેક પ્રકારના પુસ્તકો પણ ત્યાં રાખવામાં આવેલા છે. પ્રીતિ ઝિંટાએ પોતાના ઘર માટે સાદું અને અનોખું ફર્નિચર પસંદ કર્યું છે. તેણે કલર કોÂમ્બનેશનનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે, જેનાથી આખું ઘર સુંદર દેખાય છે.

તમને જણાવી દઈએ કે પ્રીતિ ઝિન્ટાના આ ઘરમાં ૬ બેડરૂમ છે, જેની કિંમત અંદાજે ૩૩ કરોડ છે. અભિનેત્રીના ઘરનો ગાર્ડન એરિયા તેના ઘર જેટલો જ આલીશાન છે. જ્યાંથી અભિનેત્રી અવાર-નવાર પોતાના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે.

આ સિવાય પ્રીતિ ઝિન્ટાને વૃક્ષો વાવવાનું પણ પસંદ છે. તેણે પોતાના ઘરના અલગ-અલગ ભાગમાં અનેક પ્રકારના છોડ વાવ્યા છે. આ સાથે તે બગીચામાં ફળો અને શાકભાજી ઉગાડવાનું પણ પસંદ કરે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.