લગ્નના મંડપનું સળગતું કાપડ નીચે પડતાં બે એકટીવા બળી ગયા
આગ લગાવનાર સીસીટીવીમાં કેદ થયો
નવસારી, વિજલપોર રામનગર વિસ્તારમાં એક લગ્ન પ્રસંગમાં દીકરીને પરણાવવા વાડીએ ગયા અને ઘરે મંડપમાં આગ લગતા બે બાઈકો બળીને ખાખ થઈ જતા ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો. આગ લગાવનાર વ્યક્તિ સીસીટીવીમાં કેદ થયો છે. વિજલપોર પોલીસને જાણ કરતા તપાસ હાથ ધરી છે. Two Activa scooters were burnt when the burning cloth of the wedding hall fell down
નવસારીના વિજલપોર વિસ્તાર એટલે જાણે મીની ભારત અને ત્યાં વિવિધ જાતિના લોકો વસવાટ કરે છે. અને અલગ અલગ રાજ્યોના લોકો વસવાટ કરતા હોય છે. ત્યારે અંદરો અંદર લોકોને એક બીજા પ્રત્યે કોઈ કારણો સર દ્વવેશ ભાવના રહેતી હોય છે. અને તેને કારણે કોઈ પણ રીતે પોતાની ભડાસ કાઢતા હોય છે. ત્યારે આવીજ એક ઘટના નવસારીના વિજલપોર ખાતેથી સામે અવી છે.
વિજલપોર રામનગર વિસ્તારમાં રહેતા મુન્નુપ્રસાદ દુબે ઉર્ફે મુન્ના મહારાજની દીકરીના લગ્ન પ્રસંગ હોવાથી તેઓએ તમેના ઘરની સામે રહેતા ભરતભાઈનું મકાન મોટું હોવાથી ત્યાં મહેમાનોને રહેવની વ્યવસ્થા કરવામાં આવી હતી. લગ્નની ગ્રહશાંતિની વિધિ પતાવી લગ્ન કરવા માટે આશાબાગ ખાતેની વાડી ખાતે તમામ લોકો ગયા હતા. ત્યારે આ સમયે કોઈ વિજ્ઞ સંતોષી દ્વારા ઘરની બહાર બાંધેલા મંડપને રાત્રીના સમયે આગ ચાંપવામાં આવી હતી.
ધીરે ધીરે આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અને મંડપનું સળગતું કાપડ નીચે પાર્ક કરેલ ઘર વાપરવા આપનાર ભરતભાઈના બે એકટીવા પર પડતા એકટીવા મોપેડ પણ આગની ચપેટમાં આવી જતા બંને એકટીવા બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાને પગલે આજુબાજુના લોકો ઉઠી જતા લોકોએ ભારે જહેમત કરી આગ પર કાબુ મેળવ્યો હતો.
ઘટનાની જાણ થતા લગ્ન પ્રસંગમાંથી મુન્નુપ્રસાદ ઘરે આવી ગયા હતા અને વિજલપોર પોલીસને જાણ કરતા વિજલપોર પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને આ સમગ્ર મામલે સીસીટીવીમાં દેખાતા ઇસમ સામે અરજી લઈ કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનામાં વિજ્ઞ સંતોષી દ્વારા મુન્નુપ્રસાદને નુકશાન કરવવા આગ લગાવી હતી પરંતુ આ ઘટનામાં પોતાનો પડોસી ધર્મ નિભાવનાર ભરતભાઈએ પોતાના બે એકટીવા મોપેડ ગુમાવવાનો વારો આવ્યો છે. એટલે કહી શકાય કે ધરમ કરતા ધાડ પડી.