Western Times News

Gujarati News

એકસપ્રેસ હાઈવે, ઓઢવ, શાંતિપુરા, તપોવન, ઝુંડાલ, દહેગામ અને સનાથલ પાસે સીટી એન્ટ્રી ગેટ બનાવવામાં આવશે

મ્યુનિ. કોર્પોરેશન પ્રથમ વખત આત્મનિર્ભર બનશેઃ  ર૦ર૩-ર૪ના અંદાજપત્રમાં કમિશ્નરે રૂ.૧૯૦૦ કરોડનો વધારો સુચવ્યો

અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના ઈતિહાસમાં પ્રથમ વખત રિવાઈઝ બજેટમાં વધારો-અમદાવાદ મ્યુનિ. કમિશ્નરે ર૦ર૪-રપ માટે 10801 કરોડનું ડ્રાફટ અંદાજ પત્ર રજુ કર્યું

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત જે તે નાણાંકિય વર્ષમાં ડ્રાફટ બજેટના રિવાઈઝ અંદાજમાં વધારો કરવામાં આવ્યો છે. મ્યુનિ. કમિશ્નર એમ. થેન્નારસને નાણાંકિય વર્ષ ર૦ર૪-રપ માટે રૂ.૧૦૮૦૧ કરોડનું અંદાજપત્ર સ્ટેન્ડિગ કમિટિ સમક્ષ રજુ કર્યું હતું જેમાં ર૦ર૩-ર૪ના રૂ.૮૪૦૦ કરોડના ડ્રાફટ અંદાજપત્રમાં વધારો કરી રૂ.૧૦પ૦ કરોડનો રિવાઈઝ અંદાજ જાહેર કર્યો છે

જ્યારે ૨૦૨૩-૨૪ના ડ્રાફ્ટ બજેટની સરખામણીમાં આગામી નાણાંકીય વર્ષના બજેટમાં ૩૦ ટકાનો નોંધપાત્ર વધારો કર્યાે છે. જેનો સીધો મતલબ એ થાય છે કે નાણાંકિય દ્રષ્ટિએ મ્યુનિ. કોર્પો. આત્મનિર્ભર બન્યું છે. મ્યુનિ. કમિશ્નરે તેમના ડ્રાફટ બજેટમાં નાગરિકોની પ્રાથમિક સુવિધા જેવી કે રોડ, ગટર, પાણી, સ્ટ્રોમ વોટર લાઈન વગેરેની સાથે સાથે વિકાસલક્ષી કામો પર ભાર મુકયો છે. ખાસ કરીને વાઈટ ટોપીંગ રોડ, આઈકોનીક રોડ, રિવરફ્રંટ ડેવલોપમેન્ટ વગેરે માટે ખાસ નાણાંકિય ફાળવણી કરીને સાથે સાથે ઝોનલ બજેટમાં પણ મેઈન્ટેન્સ ઉપરાંત ડેવલોપમેન્ટ માટે પણ અલગ જ બજેટ ફાળવી નવી પ્રણાલી શરૂ કરી છે.

  અમદાવાદ શહેરના વિકાસ અને જન સુવિધાના કામો માટે કમિશ્નરે આગામી નાણાંકિય વર્ષમાં રૂ.૧૦૮૦૧ કરોડનું ડ્રાફટ અંદાજપત્ર સ્ટેન્ડિગ કમિટી સમક્ષ રજુ કર્યું હતું. મ્યુનિ. કમિશ્નરે રજુ કરેલા બજેટમાં રેવન્યુ ખર્ચ રૂ.પ૩૦૦ કરોડ, કેપીટલ ખર્ચ પપ૦૧ કરોડ થવાનો અંદાજ મુકયો છે. જયારે ર૦ર૩-ર૪ ના બજેટનો અંદાજ સુધારી રેવન્યુ ખર્ચ રૂ.પ૮૦૦ કરોડ અને કેપીટલ ખર્ચ રૂ.૪પ૦૦ કરોડ થશે તેવી જાહેરાત કરી છે. મ્યુનિ. કમિશ્નરે ર૦ર૩-ર૪માં રેવન્યુ ખર્ચ ૪૯૦૦ કરોડનો અંદાજ મુકયો હતો

આમ કમિશ્નરે રિવાઈઝ અંદાજમાં રેવન્યુ ખર્ચમાં રૂ.૯૦૦ કરોડનો સીધો વધારો સુચવ્યો છે. મ્યુનિ. કમિશ્નરના બજેટની મુખ્ય ખાસીયત જોવામાં આવે તો પ્રથમવખત જ કેપીટલ આવક પર નિર્ભર રહેવાના બદલે રેવન્યુ આવકમાં વધારો કરી વિકાસના કામો કરવાની અપેક્ષા રાખવામાં આવી છે. મ્યુનિ. કોર્પોરેશન ર૦ર૧-રર માં ટેક્ષની આવક રૂ.૯૯૮.૮પ કરોડ થઈ હતી જેની સામે ર૦રર-ર૩માં રૂ.૧ર૧૦.૬૯ કરોડ થઈ હતી

આમ ર૦ર૧-રર ની સરખામણીએ ર૦રર-ર૩માં ટેક્ષની આવકમાં રૂ.ર૧૧.૮૪ કરોડનો નોંધપાત્ર વધારો થયો હતો. જયારે નોન ટેક્ષ રેવન્યુ આવકમાં ર૪.૪૪ ટકાનો વધારો થયો હતો. ર૦ર૧-રરમાં નોન ટેક્ષ રેવન્યુ આવક રૂ.૯પ૩.૪૯ કરોડની હતી જેની સામે ર૦રર-ર૩મા નોનટેક્ષ રેવન્યુ આવક રૂ.૧૧૮૬.પપ કરોડ થઈ હતી. આમ ર૦રર-ર૩મા સુધારેલ અંદાજમાં રૂ.૪૭૪૮.૪૯ કરોડની રેવન્યુ આવક સામે ખરેખર રૂ.પર૪૮.૧ર કરોડની રેવન્યુ આવક થઈ હતી જે અંદાજ કરતા ૭.૭૬ ટકા વધારે છે.

મ્યુનિ. કોર્પોરેશનની રેવન્યુ આવક વધવાની સામે રેવન્યુ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ર૦રર-ર૩માં સુધારેલ અંદાજમાં રૂ.૧૮૬૮.ર૩ કરોડના એસ્ટાબીસ્ટમેન્ટ ખર્ચની સામે રૂ.૧૮રપ.૯પ કરોડનો ખર્ચ થયો છે. આમ સુધારેલ અંદાજની સામે રૂ.૪ર.ર૮ કરોડનો ખર્ચમાં ઘટાડો છે. તેવી જ રીતે વીએસ હોસ્પિટલ, મ્યુનિ. સ્કુલ બોર્ડ, એમ.જે. લાયબ્રેરી તેમજ અન્ય સંલગ્ન સંસ્થાઓને આપવામાં આવતી ગ્રાંટની રકમમાં પણ રૂ.૧૮૪.૧૯ કરોડનો માતબર ઘટાડો થયો છે. જેના કારણે વર્ષના અંતે વિકાસના કામો માટે રૂ.૮૪૬.૭૭ કરોડની રકમ કેપીટલ ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

આગામી નાણાંકિય વર્ષમાં એકસપ્રેસ હાઈવે, ઓઢવ રીંગરોડ હાઈવે, શાંતિપુરા સર્કલ, તપોવન સર્કલ, ઝુંડાલ, દહેગામ સર્કલ અને સનાથળ સર્કલ પાસે સીટી એન્ટ્રી ગેટ બનાવવામાં આવશે. આ ઉપરાંત ર૦૩૬ ઓલÂમ્પક આધારિત ઈન્ફ્રાસ્ટ્રકચર માટે સીટી માસ્ટર પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે તેમજ પા‹કગ સેલની પણ રચના કરવામાં આવશે. શહેરના ત્રણ ઝોનને આવરી લેતી ખારીકટ કેનાલમાં ફ્રેઝ-૧ની કામગીરી હાલ ચાલી રહી છે

જેના બીજા તબક્કામાં વિંઝોલથી ઘોડાસર વટવા વિસ્તારમાં ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટના કામ કરવામાં આવશે. ર૦ર૩-ર૪ના વર્ષમાં રોડ પ્રોજેકટ માટે રૂ.૭૮૮.રપ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. જયારે નવા નાણાંકિય વર્ષમાં રોડ પ્રોજેકટ માટે રૂ.૧ર૩૩.૩૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. શહેરમાં હાલ ઘોડાસર ચાર રસ્તા, પલ્લવ જંકશન, સત્તાધાર ચાર રસ્તા, નરોડા પાટીયા, અને વાડજ ફલાય ઓવર બ્રિજના કામ પ્રગતિમાં છે.

ર૦ર૪-રપમાં પાંજરાપોળ જંકશન પર રૂ.૮૬.૯૪ કરોડ, પંચવટી જંકશન પર રૂ.૧૪પ કરોડ અને માનસી જંકશન પર રૂ.૭૦ કરોડના ખર્ચથી નવા ફલાય ઓવર બનાવવામાં આવશે. આ ઉપરાંત ચીમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજની સમાંતર નવો રેલવે બ્રીજ તૈયાર કરવામાં આવશે જેના માટે પણ રૂ.૧૪પ કરોડનો ખર્ચ થશે. શહેરમાં ૪ સ્થળે ફ્રુટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. જેમાં એરપોર્ટથી ઈÂન્દરાબ્રીજ સર્કલ, નારોલ સર્કલ, સ્ટાર બજાર અને નહેરુનગરથી શિવરંજની રોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવા નાણાંકિય વર્ષમાં બ્રિજ પ્રોજેકટ માટે રૂ.૧૬૯.પ૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા માટે નવા નાણાંકિય વર્ષમાં રૂ.પ૯૪.૬૯ કરોડના રેવન્યુ બજેટની ફાળવણી કરવામાં આવી છે આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વધુ રૂ.ર૦૦ કરોડ ફાળવવામાં આવશે. નવા નાણાંકિય વર્ષમાં ઉત્પન્ન થતા ભીના અને સુકા કચરાનો બારોબાર નિકાલ થાય તે માટે વેસ્ટ ટુ સ્ટીમ પ્લાન્ટ, વેસ્ટ ટુ ચારકોટ પ્લાન્ટ, વેસ્ટ ટુ કમ્પોસ્ટ પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે જેના માટે અલગ અલગ કંપનીઓ સાથે એમઓયુ કરવામાં આવશે.

શહેરની આગવી ઓળખ સમાન સાબરમતી રિવરફ્રંટ પ્રોજેકટને વધુ ડેવલપ કરવામાં આવશે. રિવરફ્રંટ ફ્રેઝ-ર માં શાહીબાગ ડફનાળાથી ઈÂન્દરાબ્રીજ સુધી અંદાજે પ.૮ કિ.મી. અને ટોરેન્ટ પાવરથી ઈÂન્દરાબ્રીજ સુધી અંદાજે પ.ર કિ.મી. રોડ તૈયાર કરવામાં આવશે જેના માટે રૂ.૮પ૦ કરોડનો ખર્ચ થશે. રિવરફ્રંટ પ્રોજેકટ અંતર્ગત અચેરથી કેમ્પ સદરબજાર વચ્ચે ૬ લેનનો બેરેજ કમ બ્રિજ બનાવવામાં આવશે.

આ ઉપરાંત પૂર્વ કાંઠે તથા પશ્ચિમ કાંઠે સદરબજારથી ઈÂન્દરા બ્રિજ સુધી રૂ.૪૦૦ કરોડના ખર્ચે રિટેઈલીગ વોલ તૈયાર થશે. નવા નાણાંકિય વર્ષમાં રિવરફ્રંટ માટે ર૭૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. શહેરમાં બાગ-બગીચા બનાવવા અને ગ્રીન કવરેજ વધારવા માટે રૂ.ર૦.પ૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં હાઈટેક નર્સરી, બોટોનીકલ ગાર્ડન, ઓÂક્સજન પાર્ક, ગ્યાસપુરમાં અર્બન ફોરેસ્ટ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.