પંગામાં કંગના રાણાવત એક નવ લુકમાં નજરે પડનાર છે
મુંબઇ, બોલિવુડમાં કંગના રાણાવત એકમાત્ર એકવી અભિનેત્રી રહી છે જે પોતાની એક્ટિંગ કુશળતાના કારણે આજે તમામ ચાહકોને પ્રભાવિત કરી રહી છે. બોલિવુડમાં અનેક નિર્માતા નિર્દેશક અને ટોપના કલાકારો સાથે સંબંધ સારા ન હોવા છતાં પણ તે પોતાની એક્ટિંગ કુશળતાના કારણે જ બોલિવુડમાં ટકી રહેવામાં સફળ રહી છે. કંગના પાસે હજુ કેટલીક ફિલ્મો રહેલી છે. જેમાં પંગા પણ સામેલ છે. તેની ફિલ્મ પંગાને લઇને ઉત્સુકતા વધી ગઇ છે. આ ફિલ્મના નિર્દેશક અશ્વિની અય્યર તિવારીએ કહ્યુ છે કે ફિલ્મમાં તેની સાથે રિચા ચડ્ડા, નીના ગુપ્તા, જસ્સી ગિલ પણ કામ કરી રહી છે.
આ ફિલ્મ માટે ટ્રેલર રિલિઝની જાહેરાત કરવામાં આવી છે. કંગનાની બહેન રંગોલી ચંદેલે પણ ફર્સ્ટ લુક શેયર કરીને કેટલીક બાબતોને રજૂ કરી છે. મમિકર્ણિકા બાદ કંગના ફરી એકવાર મોટી અને પડકારરૂપ ભૂમિકામાં નજરે પડનાર છે. ફોટો શેયર કરીને રંગોલીએ લખ્યુ છે કે એક અભિનેત્રી તરીકે સૌથી વધારે બદનામી એ વખતે થાય છે જ્યારે તેમને માતાના રોલમાં ભૂમિકા મળે છે.
જો કે મણિકર્ણિકામાં માતાની ભૂમિકા સફળ રીતે અદા કર્યા બાદ તે ફરી એકવાર માતાની ભૂમિકા કરવા જઇ રહી છે. આજે મેઇન સ્ટ્રીમની આ ટોપ અભિનેત્રી પોતાના કેરિયરમાં શિખર પર છે ત્યારે માતાની ભૂમિકા અદા કરી રહી છે. આ નવા આઇડિયા તરીકે છે જેને પંગા પસંદ રહેલા છે. આ ફિલ્મ ૨૪મી જાનમ્યુઆરીના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મની સાથે જ સ્ટ્રીટ ડાન્સર પણ રજૂ થનાર છે. જેમાં શ્રદ્ધા કપુર અને વરૂણ ધવન છે. ફિલ્મમાં નોહા ફતેહી પણ નજરે પડનાર છે. કંગનાની છેલ્લી ફિલ્મ બોક્સ ઓફિસ પર વધારે કમાલ કરી શકી ન હતી પરંતુ ચાહકોમાં તેની એક્ટિંગની પ્રશંસા થઇ હતી.