આંગણવાડી કાર્યકરો, આશા વર્કરોને આયુષ્માન યોજનામાં સામેલ કરાશે
નવી દિલ્હી, મોદી સરકારે તેના બીજા કાર્યકાળના છેલ્લા બજેટમાં આયુષ્માન યોજનાનો વ્યાપ વધારવાની જાહેરાત કરી છે. લોકસભામાં બજેટ રજૂ કરતાં નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું, “હવે આંગણવાડી કાર્યકરો, સહાયકો અને આશા વર્કરોને પણ આયુષ્માન યોજનામાં સામેલ કરવામાં આવશે.
તેઓને પણ આ મફત સારવાર સુવિધાનો લાભ મળશે. દેશની મેડિકલ કોલેજાેમાં પણ સુવિધાઓ વધારવામાં આવશે.” જણાવી દઈએ કે આયુષ્માન યોજના હેઠળ પરિવારને દર વર્ષે ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા આપવામાં આવે છે.
નાણામંત્રીએ કહ્યું, “સરકાર સર્વાઇકલ કેન્સરને રોકવા માટે રસીકરણ પણ લાવી છે. કન્યાઓને સર્વાઈકલ કેન્સરની રસી વિનામૂલ્યે આપવામાં આવશે. આ ઉપરાંત નાણામંત્રીએ કહ્યું, “આંગણવાડી કેન્દ્રોનો પણ વિકાસ કરવામાં આવશે.”
મહિલા સશક્તિકરણ માટે નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે, “આગામી પાંચ વર્ષમાં ૩ કરોડ લખપતિ દીદીઓ બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. દેશમાં એક કરોડથી વધુ મહિલાઓ લખપતિ દીદી બની છે. સરકારનું આ પગલું ૯ કરોડ મહિલાઓના જીવનધોરણમાં પરિવર્તન લાવવા જઈ રહ્યું છે.”
આયુષ્માન યોજના હેઠળ લાયક પરિવારોને દર વર્ષે ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવારનો લાભ આપવામાં આવે છે. આ માટે દેશની સરકારી અને ખાનગી હોસ્પિટલોને સામેલ કરવામાં આવી છે.
આ યોજના હેઠળ, દાખલ કર્યાના એક અઠવાડિયા પહેલા અને ડિસ્ચાર્જ પછીના ૧૦ દિવસ સુધીની તપાસ માટે ખર્ચ આપવામાં આવે છે. આ યોજના હેઠળ કેન્સર, કિડનીની બિમારી સહિત અનેક ગંભીર રોગોની સારવાર પણ કરવામાં આવે છે. SS2SS