પોલીસમાં નોકરી કરતો હોવાની ઓળખ આપી લગ્ન કરનાર યુવક સામે ફરિયાદ
અમદાવાદ, પંજાબ પોલીસમાં યુવક નોકરી કરતો હોવાનુ કહીને યુવતી સાથે લગ્ન કરી લીધાં હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સૈજપુર બોધા વિસ્તારમાં રહેતી મીના (નામ બદલ્યું છે) એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પતિ વિનોદ, સસરા રામવિલાસ, સાસુ બિમલા, જેઠ ગોવિંદ, જેઠાણી રેખા તેમજ દીપુ ઉર્ફે દીપક ચીટિંગ, વિશ્વાસઘાત, ઘરેલુ હિંસા તેમજ દહેજની ફરિયાદ કરી છે. વર્ષ ૨૦૧૮ માં મીનાનાં લગ્ન પંજાબમાં રહેતા વિનોદ સાથે થયાં છે.
મીનાને એક ચાર વર્ષનો દીકરો પણ છે. જે હાલ વિનોદ પાસે છે.લગ્ન પહેલાં જ્યારે મીનાને જોવા માટે વિનોદ સહિતના લોકો આવ્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે, વિનોદ પંજાબ ખાતે પોલીસમાં ફરજ બજાવે છે અને હાલમાં સારા પૈસા અને મોભો ધરાવે છે. વિનોદના પરિવારની વાતોમાં આવીને મીનાએ લગ્ન કરી દીધાં હતાં.
લગ્નના થોડા દિવસ સુધી મીનાને સારી રીતે રાખ્યાબાદ સાસરિયાએ રંગ બદલવાનું શરૂ કરી દીધું હતું. લગ્ન પછી મીનાને જાણ થઈ હતી કે વિનોદ પંજાબ પોલીસમાં નોકરી કરતો નથી. મીનાએ સાસરિયાના તમામ સભ્યો સાથે ચર્ચા કરી ત્યારે તમામ લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને તેને માર મારીને દબાણ ઉભું કર્યું હતું. લગ્ન જીવન ટકાવી રાખવા માટે મીનાએ સાસરિયાની તમામ હરકતો સહન કરી હતી.
સાસરીયાં મીનાનેકહેતાં હતાં કે તું અમારા ઘરની વહુ નહીં પરંતુ નોકરાણી બનીને આવી છે. નોકરાણી બનીને રહેવું હોય તો રહે નહીં તો તને ઘરમાંથી કાઢી મૂકીશું. મીનાએ પુત્રને જન્મ આપ્યો ત્યારબાદ પણ સાસરિયાએ ત્રાસ આપતા હતા. પતિ વિનોદ એટલી હદી નફ્ફટાઈ પર ઉતર્યાે હતો કે તેણે મીનાને કહ્યું હતું કે આ પુત્ર મારો નહીં પરંતુ બીજી કોઈ વ્યક્તિનો છે. મીનાની ડિલિવરીનો ખર્ચાે પણ સાસરિયાએ તેના માતા-પિતા પાસેથી મંગાવ્યો હતો.
આ સિવાયપણ સાસરિયાએ દહેજની વાત કરતાં મીનાને કહ્યું કે બાળકના જીવન તેમજ ભરણપોષણનો ખર્ચાે તારાં માતા-પિતા પાસેથી મંગાવવો પડશે. અમે એક પણ રૂપિયો આપીશું નહીં.જો તારે ઘરમાં રહેવું હોય તો તારા બાપને કહી દે પાંચ લાખ રૂપિયા આપી જાય. ૧૩ જુલાઈ ૨૦૨૨ના રોજ મીનાનો દીકરો તેમજ જેઠાણીના દીકરાને નહાવા મામલે બબાલ થઈ હ તી. જેથી વિનોદે તેની સાથે મારઝૂડ કરી હતી. વિનોદે મીનાને ધમકી આપી હતી કે તારા બાપને જે કરવું હોય તે કરી લે.
પોલીસને તો હું ખિસ્સામાં લઈને ફરું છું અને ભરણપોષણની ફરિયાદ કરવી હોય તો તે પણ કરી લે તને એક પણ રૂપિયો નહીં આપું. જો તારે છૂટાછેડા લેવા હોય તો પાંચ લાખ રૂપિયા આપી દેજે તેવી પણ ધમકી આપી હતી. મીનાનેટ્રેન મારફતે અમદાવાદ મોકલી દીધી હતી ત્યારથી તે પિયરમાં રહે છે. હાલ મીનાએ સાસરિયાના ત્રાસથી કંટાળીને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.‘પંજાબ પોલસીમાં નોકરી કરતો હોવાની ઓળખ આપી લગ્ન કરનાર યુવક સામે ફરિયાદ