સંદીપ રેડ્ડી હવે સલમાન ખાન સાથે મુવી બનાવી રહ્યા છે
મુંબઈ, સંદીપ રેડ્ડી વાંગાએ તેની કરિયરમાં અત્યાર સુધી માત્ર ત્રણ ફિલ્મો કરી છે. પરંતુ આ ત્રણેય ફિલ્મોએ તેની કારકિર્દીને ઉંચાઈએ પહોંચાડી છે. ત્રણેય ફિલ્મો બ્લોકબસ્ટર રહી હતી.
હાલમાં જ રિલીઝ થયેલી તેમની એનિમલે રૂપિયા ૯૦૦ કરોડથી વધુનો બિઝનેસ આપ્યો છે. આ ફિલ્મ રણબીરના કરિયરની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ બની છે. આ પહેલા તેણે કબીર સિંહ અને અર્જુન રેડ્ડીને બોક્સ ઓફિસ પર હિટ બનાવી હતી.
હવે તે તેના આગામી પ્રોજેક્ટની તૈયારી કરી રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર તે સલમાન ખાન સાથે હાથ મિલાવવા જઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ સંદીપ રેડ્ડી વાંગા ડાર્ક એક્શન ક્રાઈમ Âથ્રલર લઈને આવશે. જેના માટે તેણે સલમાન ખાનનો સંપર્ક કર્યો છે.
જો કે આ અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. હવે સંદીપે અગાઉ શાહરૂખ ખાન અને સાઉથ સુપરસ્ટાર ચિરંજીવી સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે શાહરૂખ અને ચિરંજીવી સાથે કામ કરવા માંગે છે.
આ સમાચાર પછી સલમાનના પ્રોજેક્ટને લઈને ચર્ચા છે. લોકો આ ફિલ્મ વિશે જાણવા માટે ઉત્સુક છે. જો આપણે તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ એનિમલની વાત કરીએ તો આ ફિલ્મે નિર્માતાઓની અપેક્ષા કરતાં વધુ કમાણી કરી હતી. એનિમલનું દરેક પાત્ર લોકોમાં ફેવરિટ બન્યું છે.
માત્ર રણબીર જ નહીં આ ફિલ્મ બોબી દેઓલના કરિયરની સૌથી મોટી ફિલ્મ બની હતી. જેમાં રણબીરે પહેલીવાર રÂશ્મકા મંદાન્ના સાથે સ્ક્રીન શેર કરી હતી. જો કે આ ફિલ્મને લઈને ઘણો વિવાદ થયો હતો. પરંતુ તેમ છતાં આ ફિલ્મ રિલીઝ થયાના એક મહિના સુધી બોક્સ ઓફિસ પર સફળ રહી છે. એનિમલને દર્શકોએ એટલો પસંદ કર્યો કે તેની સફળતા જોઈને નિર્માતાઓએ તેની સિક્વલની જાહેરાત કરી.
હવે સંદીપ રેડ્ડી વાંગા એનિમલ પાર્કની તૈયારી કરી રહ્યા છે. થોડાં દિવસો પહેલા રણબીરે એવો પણ ખુલાસો કર્યો હતો કે એનિમલ પાર્કની સ્ટોરી વધુ ભયાનક અને ડાર્ક બનવાની છે.
આ વખતે પણ સંદીપ રણબીર અને બોબીને કાસ્ટ કરી ચૂક્યા છે. હવે સલમાનના કોલેબરેશન વિશે સાંભળ્યા પછી લોકો માટે એ અનુમાન લગાવવું ખોટું નહીં હોય કે સલમાન એનિમલ પાર્કમાં પણ એન્ટ્રી કરી શકે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે સંદીપ સલમાન ખાન સાથે ક્યા પ્રોજેક્ટ પર કામ કરશે.SS1MS