અભિનેત્રી કેટરીના કૈફે બોસી લુકમાં મારી એન્ટ્રી
મુંબઈ, બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસ કેટરીના કૈફ જ્યાં પણ જાય છે ત્યાં લોકોનું ધ્યાન ખેંચતી હોય છે. કેટરીના ફરી એક વાર એરપોર્ટ પર જોવા મળી હતી. એરપોર્ટ પર પૈપરાઝીના કેમેરામાં કેદ થઇ ગઇ છે.
કેટરીના કૈફ જેવી રીતે એરપોર્ટ પર એન્ટ્રી મારી એવી રીતે લોકો બેક ટુ બેક એની તસવીરો ક્લિક કરવા લાગ્યા. સોશિયલ મિડીયામાં કેટની આ તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે.
કેટરીનાની આ નવી તસવીરો લોકોને ખૂબ પસંદ પડી રહી છે. ઘાંસૂ લુકમાં કેટરીનાએ એરપોર્ટ એન્ટ્રી મારી તો લોકો જોતા રહી ગયા. કેટરીના જ્યારે એરપોર્ટ પર કારમાંથી ઉતરી ત્યારે એની સ્ટાઇલથી લોકો ફિદા થઇ ગયા હતા.
આ સમયે પૈપરાઝીએ કેટરીનાની તસવીરો ક્લિક કરવા લાગ્યા. જો કે આ સમયે કેટે મસ્ત પોઝ પણ આપ્યા હતા. એરપોર્ટ પર કેટરીના એકદમ બોસી લુકમાં જોવા મળી હતી. કેટનો આ બોસી લુક જોઇને લોકો ફિદા થઇ ગયા હતા.
આ સમયે એક્ટ્રેસે લોન્ગ કોટ પહેર્યો હતો. લોન્ગ કોટમાં કેટરીનાએ પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે પોની લીધી છે. આ સમયે કેટે હેર ઓપન રાખ્યા નથી. આ સાથે ગોગલ્સ પહેરીને લુક કમ્પ્લીટ કર્યો છે. આ ગોગલ્સ કેટરીનાના લુકમાં ચાર ચાંદ લગાવે છે. કેટરીનાના લોન્ગ કોર્ટની ડિઝાઇન એકદમ લેટેસ્ટ છે.
આ લેટેસ્ટ ડિઝાઇન તમે પણ ફોલો કરો છો તો તમારા લુકમાં ચાર ચાંદ લાગી જાય છે. કેટરીના કૈફની આ નવી તસવીરો પર ફેન્સ ફિદા થઇ ગયા છે. એક ફેને તો કોમેન્ટમાં લખ્યુ છે કે વિક્કી કૌશલની ક્વીન. જ્યારે એક ફેને કેટરીનાને બ્યુટીફૂલ એક્ટ્રેસનું બિરુદ આપ્યુ છે.
ફેન્સ આ તસવીરો જોઇને એકટ્રેસના વખાણ કરી રહ્યા છે. આટલું જ નહીં એક ફેને કોમેન્ટમાં લખ્યુ છે કે કેટરીનાની આગળ બધા ફિક્કા લાગે, જ્યારે કોઇએ સૌથી સારી એક્ટ્રેસ લખીને કોમેન્ટ કરી છે.
સામાન્ય રીતે કેટ કોઇને કોઇ જગ્યાએ સ્પોટ થતી રહેતી હોય છે. એકટ્રેસના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં મેરી ક્રિસમસમાં નજરે પડી હતી. કેટરીના કેફની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.SS1MS