મહાદેવ બનીને અભિનેતા અક્ષય કુમારે ગાયુ શંભુ ગીત
મુંબઈ, અક્ષય કુમાર આ દિવસોમાં એની અપકમિંગ ફિલ્મ બડે મિયાં છોટે મિયાંને લઇને ખૂબ ચર્ચામાં છે. એક્ટર સોશિયલ મિડીયામાં સુપર એક્ટિવ છે. હંમેશા ફેન્સને પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લઇને શેર કરતા રહેતા હોય છે.
આ બધાની વચ્ચે અક્ષય કુમારનો એક નવો મ્યૂઝિક વિડીયો સામે આવ્યો છે જે ભગવાન શિવ બેસ્ડ છે. એક્ટર અક્ષય કુમારે શિવ અવતારની સાથે સોન્ગ શંભુનું મોશન પોસ્ટર શેર કરતા પહેલો લુક શેર કર્યો છે. જો કે આ લુકમાં તમે અક્ષયને ઓળખવામાં થાપ ખાઇ જશો એવો છે.
આ લુકમાં અક્ષય કુમાર છવાઇ ગયો છે. આ વખતે અક્ષય કુમાર કોઇ રોમેન્ટિક નહીં, પરંતુ ભક્તિ ભરેલા ગીતમાં નજરે પડવાનો છે. અભિનેતાએ સોશિયલ મિડીયામાં એના અપકમિંગ મ્યુઝિક વિડીયો શંભુનું ટિઝર રિલીઝ કર્યુ છે. અક્ષય કુમારના શંભુ મ્યુઝિક વિડીયોના મોશન પોસ્ટરને બહુ પસંદ કર્યો છે. સોશિયલ મિડીયા પર લોકોએ અક્ષયનો શિવ અવતાર લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે.
ફિલ્મ ઓએમજી ૨ પછી ફરી એક વાર ભગવાન શિવના રૂપમાં અક્ષય કુમારની સાથે નજરે પડવાના છે. અક્ષય કુમારનો મહાદેવ લુક અને શંભુનું મોશન પોસ્ટર સોશિયલ મિડીયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ ટિઝરમાં એક્ટરનો વિકરાળ તો ક્યારેક ખુશમિજાજ શંભુ અવતારમાં જોવા મળી રહ્યો છે.
અક્ષય એના આ લુકથી ફેન્સનું દિલ જીતી રહ્યા છે. લોકોને એમનો આ મ્યૂઝિક વિડીયો રિલીઝ ક્યારે થશે એની લોકો રાહ જોઇ રહ્યા છે. આ વખતે મહાશિવરાત્રિ ૨૦૨૪માં આ ગીત ધૂમ મચાવનાર છે. આ ગીત ૫ ફેબ્રુઆર ૨૦૨૪ના રોજ રિલીઝ થશે. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો અક્ષય બડે મિયાં છોટે મિયાંની રિલીઝની તૈયારી કરી રહ્યા છે.
અક્ષયની પાસે પાઇપલાઇનમાં સ્કાઇ ફોર્સ, સિંઘમ અગેન, વેલકમ ટૂ ધ જંગલ, હેરા ફેરી ૩નો સમાવેશ થાય છે. આમ વાત કરવામાં આવે તો અક્ષય કુમારનો આ વિડીયો ફેન્સને ખૂબ પસંદ પડી રહ્યો છે. અક્ષય કુમાર પોતાની એક્ટિંગથી હંમેશા સામે વાળા લોકોનું દિલ જીતી લે છે. આ ગીતને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે.SS1MS