પાલડી-મેટ્રોની સાઈટ પરથી રૂ.12000/- તથા ક્રેનની બેટરીની ચોરી
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જલારામ મંદિર નજીક ચાલતી મેટ્રોની સાઈટ પરથી ક્રેનની બેટરી તથા બાર હજારની રોકડ રકમની ચોરી થયાની ફરીયાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે.
પાલડી જલારામ મંદિર નજીક ચાલતી મેટ્રોની સાઈટ પર ક્રેન ચલાવતા આકાશપ્રિતસિંગ (મૂળ પંજાબ) ગઈકાલે સવારે નહાવા ગયા હતા એ સમય દરમ્યાન કોઈ શખ્સે ક્રેનમાં રહેલી બેટરીના વાયરો કાપી તેની ચોરી કરી હતી. ઉપરાંત ક્રેનમાં મુકેલા રોકડા રૂ.૧ર,૦૦૦ ઉપરાંત કેટલાંક દસ્તાવેજા પણ ચોરી લીધા હતા. પરત ફરેલા આકાશપ્રિતને ઘટનાની જાણ થતાં તેણે અધિકારીઓ ને જણાવ્યુ હતુ. બાદમાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નંધાવાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મેટ્રો સાઈટ પરથી અવારનવાર કિંમતી વસ્તુઓની ચોરી થવાની ફરીયાદો બહાર આવી રહી છે. પાલડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિર નજીક મેટ્રો રેલવેની સાઈટ પરથી અગાઉ પણ લોખંડના સળીયા અને અન્ય કિંમતી ચીજાની ચોરી થવાની ફરિયાદો નોંધાઈ છે. પરંતુ હજુ સુધી તેનો ઉકેલ આવ્યાની જાણકારી મળી શકી નથી. પાલડી ઉપરાંત મેટ્રોની અન્ય સાઈટો પરથી પણ ચોરીના બનાવો વારંવાર સામે આવી રહ્યા છે. જેમાં મોટેભાગે ત્યાં કામ કરતાં ડ્રાયવરો, મજૂરો અથવા અન્ય જાણભેદુઓ જ ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યુ છે. અવારનવાર બનતી ઘટનાને કારણે સિક્યુરીટી સામે પણ સવાલો ઉઠ્યા છે.