All India Rankનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું
મુંબઈ, ફિલ્મ ઓલ ઇન્ડિયા રેન્કના નિર્માતાઓ પછી વિક્કી કૌશલે ફિલ્મ ‘ઓલ ઇન્ડિયા રેન્ક’ના ટ્રેલરને રી શેર કર્યુ છે. સોશિયલ મિડીયામાં આ ફિલ્મનું ટ્રેલર ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. વિક્રાંત મેસ્સીની ૧૨મી ફેલ પછી ફરી એક કમ્પ્ટીશન એક્ઝામ પર બેસ્ટ ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં છે. ‘ઓલ ઇન્ડિયા રેન્ક’માં આપવામાં આવતી એક્ઝામમાં ખતરનાક કમ્પ્ટીશન જોવા મળે છે.
આ વિષય પર બેસ્ડ ફિલ્મ રિલીઝ થશે. ‘ઓલ ઇન્ડિયા રેન્ક’ એક એવી મુવી છે જેમાં તમને ખતરનાક કમ્પ્ટીશન જોવા મળશે. આ ફિલ્મમાં એન્જિનિયર સ્ટૂડન્ટ્સનો સંઘર્ષ જોવા મળશે. યુપીએસસી પછી આઇઆઇટી ફિલ્મનો ધમાકો થશે. ફિલ્મ ‘ઓલ ઇન્ડિયા રેન્ક’ના ટ્રેલરમાં આઇઆઇટી સીટ હાસિલ કરવાની દોડની એક ઝલક પેશ કરવામાં આવી છે.
વિક્કી અને વરુણ બહુ સારા મિત્રો છે. સિરીઝ સેક્રેડ ગેમ્સ ફેમ લેખક વરુણ ગ્રોવર દ્રાર બનાવવામાં આવેલી આ એમના નિર્દેશનની પહેલી ફિલ્મ છે. વરુણ ગ્રોવરે આ ફિલ્મમાં એન્જિનિયર સ્ટૂડન્ટ્સના સંઘર્ષ વિશે વાત કરી છે.
આ સાથે વરુણ ગ્રોવરે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. વરુણ ગ્રોવરના દોસ્ત અને એક્ટર વિક્કી કૌશલે એમના ઇન્સ્ટાગ્રામ પર ટ્રેલર શેર કરતા લખ્યુ છે કે ‘અમે બન્ને એન્જિનિયર સિનેમાની દુનિયામાં સફર લગભગ એક સાથે શરૂ થઇ. મસાનની સાથે.
સાલુ આ દુખ કેમ પૂરુ થતુ નથી. એમના દ્રારા લખવામાં આવેલી એક-એક લાઇન છેલ્લા ઘણાં વર્ષોથી મારી ફિલ્મોગ્રાફીથી વધારે સારી છે. મને ગર્વ છે.
શ્રીરામ રાઘવન દ્રારા પ્રસ્તુત ઓલ ઇન્ડિયા રેન્ક વરુણ ગ્રોવર દ્રારા લિખિત અને નિર્દેશિત છે. આ મુવી ૨૩ ફેબ્રુઆરીના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થવા માટે તૈયાર છે.
આ ફિલ્મમાં બોધિસત્વ શર્મા, સમતા સુદીક્ષા, શશિ ભૂષણ, ગીતા અગ્રવાલ અને શીબા ચઢ્ઢા જેવા કલાકાર મુખ્ય ભુમિકામાં જોવા મળશે. આમ વાત કરવામાં આવે તો બોલિવૂડમાં અનેક એવી ફિલ્મો રિલીઝ થાય છે જેમાંથી તમને મોટો બોધપાઠ મળે છે. આ ફિલ્મ પણ કંઇક એવી જ હશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.SS1MS