પહાડો પર હિમવર્ષાથી ઠંડીમાં વધારો જોવા મળ્યો
નવી દિલ્હી, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી યુપી-બિહાર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં સૂકા અને ઠંડા પવનો ફૂંકાશે, જેના કારણે લોકો ઠંડીનો અનુભવ કરશે. પહાડોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાતાં લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે.
વરસાદ બાદ રાજધાની દિલ્હીના હવામાનમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.
આ સિવાય મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળના સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. દિલ્હી-એનસીઆરમાં હાલ વાતાવરણ ખુશનુમા છે. દિવસના તડકા બાદ ઠંડીમાં પણ ઘટાડો થવા લાગ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે આજે એટલે કે બુધવારે (૭ ફેબ્રુઆરી) દિલ્હી-NCRમાં આકાશ સ્વચ્છ અને તડકો રહેવાની આશા છે.
મંગળવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું અને મંગળવારે સવારે ૮.૩૦ વાગ્યા સુધી પાલમમાં ૨૦૦ મીટર સુધી વિઝિબિલિટી નોંધાઈ હતી.
CPCBના ડેટા અનુસાર, દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ મંગળવારે સવારે ૯ વાગ્યે ૧૪૭ નોંધાયો હતો, જે ‘મધ્યમ’ શ્રેણીમાં આવે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી યુપી-બિહાર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં સૂકા અને ઠંડા પવનો ચાલવાની ધારણા છે. આ રાજ્યોમાં અત્યારે વરસાદની કોઈ શક્યતા નથી. આ સાથે દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, યુપી, બિહાર સહિત ઘણા રાજ્યોમાં ઠંડા પવનો ફૂંકાતા રહેશે અને લોકો ઠંડીનો અનુભવ કરશે.
IMD કહે છે કે છેલ્લા ૨૪ કલાક દરમિયાન પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, ઉત્તરાખંડના મેદાની વિસ્તારો, ઉત્તર રાજસ્થાન અને ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં લઘુત્તમ તાપમાન ૦૬-૧૦ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું, જે સામાન્ય કરતાં ઓછું છે.SS1MS