Western Times News

Gujarati News

બસ્તરઃ ધ નક્સલ સ્ટોરીનું ટીઝર રિલીઝ કરાયું

મુંબઈ, વિપુલ અમૃતલાલ શાહે જે દિવસથી ‘ધ કેરાલ સ્ટોરી’ ટીમ સુદીપ્તો સેન અને અદા શર્માની સાથે ‘બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી’ માટે ફરીથી હાથ મેળવ્યો છે ત્યારથી ફિલ્મને લઇને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર્શકો ફિલ્મના ટીઝર માટે ઘણાં સમયથી રાહ જોતા હતા.

હવે ફાઇનલી ફિલ્મના ટીઝર પરથી પડદો ઉઠી ગયો છે અને ટ્રેલર શાનદાર છે જેને જોઇને તમે મજબૂત, ઇમોશનલ અને સાહસી જેવા અહેસાસોનો અનુભવ કરશો. આ ફિલ્મમાં અદા શર્મા આઇપીએસ નીરજા માધવનની ભૂમિકામાં છે. સામે આવેલા ટીઝરમાં એક્ટ્રેસ એક મિનિટ લાંબો મોનોલોગ બોલતી નજરે પડે છે, જે રૂંવાટા ઉભા કરી દે એવી છે. ટીઝરમાં અદા શર્મા એક ઓફિસમાં બેઠેલી જોવા મળે છે.

એને કમાન્ડો જેવા કપડા પહેર્યા છે. ટીઝરમાં અદા શર્મા કહે છે પાકિસ્તાનની સાથે થયેલા ૪ યુદ્ધોમાં આપણાં ૮૭૩૮ જવાન શહીદ થયા છે, પરંતુ શું તમે જાણો છે કે આપણાં દેશની અંદર નક્સલીઓએ ૧૫૦૦૦ હજારથી પણ વધારે જવાનોની હત્યા કરી છે? બસ્તરમાં આપણાં ૭૬ જવાનોને ક્રુરતાથી મારવામાં આવ્યા, ત્યારે આનો જશ્ન મનાવવામાં આવ્યા, જેએનયુમાં..વિચારો આપણાં દેશની પ્રતિષ્ઠા યુનિવર્સિટી આપણાં જવાનોની શહાદત પર જશ્ન મનાવે છે.

ક્યાંથી આવા વિચારો આવે છે? બસ્તરમાં ભારતના ભાગલા પાડવાનું કાવતરું કરી રહ્યા છે અને મોટા શહેરો બેસેલા ડાબેરી ઉદારવાદી સ્યુડો બોદ્ધિકો એમને સમર્થન આપી રહ્યા છે. વિપુલ અમૃતલાલ શાહ દ્રારા નિર્મિત અને આશિન એ શાહ દ્રારા સહ-નિર્મિત ‘બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી’ સુદીપ્તો સેન દ્રારા નિર્દેશિત છે.

આમાં અદા શર્મા મુખ્ય ભૂમિકામાં હશે. આ ફિલ્મ સનશાઇન પિક્ચર્સના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મ ૧૫ માર્ચ ૨૦૨૪ના રોજ દુનિયા ભરના મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થશે.

વાત અદા શર્માના વર્કફ્રેન્ટની કરવામાં આવે તો આ પહેલા ધ કેરાલા સ્ટોરીમાં જોવા મળી હતી. અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે આ ફિલ્મ પણ લોકોને ખૂબ પસંદ પડશે અને ફેન્સ ખુશ થઇ જશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.