Western Times News

Gujarati News

એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સનો આઈપીઓ શુક્રવાર, 9 ફેબ્રુઆરીના રોજ ખૂલશે

અમદાવાદ, એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સ લિમિટેડ (“કંપની”) શુક્રવાર, ફેબ્રુઆરી 09, 2024ના રોજ તેનો પબ્લિક ઇશ્યૂ (“ઓફર”) ખોલવાની દરખાસ્ત કરે છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ મંગળવાર, 13 ફેબ્રુઆરી, 2024 છે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ બિડ/ઓફર ખૂલવાની તારીખના કામના એક દિવસ પહેલા એટલે કે ગુરૂવાર, ફેબ્રુઆરી 08, 2024 છે.

ઓફરનો પ્રાઇઝ બેન્ડ પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ રૂ. 1195થી રૂ. 1258 રાખવામાં આવ્યો છે. બિડ્સ લઘુતમ 11 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 11 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.

ઓફરમાં રૂ. 10,000 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) અને 47,69,475 સુધીના ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફર (“ઓફર કરાયેલા શેર”) જેમાં પ્રભાત અગ્રવાલ દ્વારા 4,70,210 સુધીના ઇક્વિટી શેર્સ, પ્રેમ સેઠી દ્વારા 3,13,472 સુધીના ઇક્વિટી શેર્સ, ઓર્બીમેડ એશિયા થ્રી મોરિશિયસ લિમિટેડ દ્વારા 38,15,580 સુધીના ઇક્વિટી શેર્સ, ચેતન એમ.પી. દ્વારા 4,401 સુધીના ઇક્વિટી શેર્સ, દીપેશ ટી. ગાલા દ્વારા 1,320 સુધીના ઇક્વિટી શેર્સ, હેમંત જોશ બેરોસ દ્વારા 8,802 સુધીના ઇક્વિટી શેર્સ,

હેમંત જગ્ગી દ્વારા 4,401 સુધીના ઇક્વિટી શેર્સ, કે.આર.વી.એસ. વરાપ્રસાદ દ્વારા 2,201 સુધીના ઇક્વિટી શેર્સ, કે.ઈ. પ્રકાશ દ્વારા 39,610 સુધીના ઇક્વિટી શેર્સ, લાવુ સહદેવ દ્વારા 1,320 સુધીના ઇક્વિટી શેર્સ, મનોજ કે સંઘાણી દ્વારા 12,103 સુધીના ઇક્વિટી શેર્સ, મિલેનિયમ મેડિકેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 8,802 સુધીના ઇક્વિટી શેર્સ, કે. નવીન કુમાર ગુપ્તા દ્વારા 2,201 સુધીના ઇક્વિટી શેર્સ, નોવાકેર ડ્રગ સ્પેશિયાલિટીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 42,250 સુધીના ઇક્વિટી શેર્સ,

પેટ્રોસ ડાયમેન્ટાઇડ્સ દ્વારા 15,074 સુધીના ઇક્વિટી શેર્સ, પ્રશાંત રવિન્દ્રકુમાર દ્વારા 13,203 સુધીના ઇક્વિટી શેર્સ, સુરજ પ્રકાશ અતરેજા દ્વારા 1,102 સુધીના ઇક્વિટી શેર્સ, વેંકટ રામન શિવ કુમાર યનમાદલા દ્વારા 1,320 સુધીના ઇક્વિટી શેર્સ અને વિક્રમાદિત્ય આમ્બ્રે દ્વારા 12,103 સુધીના ઇક્વિટી શેર્સ (સંયુક્તપણે “વેચાણકર્તા શેરધારકો”) (“વેચાણ માટેની ઓફર” અને ફ્રેશ ઇશ્યૂ સાથે, “ઓફર”).

કંપની ફ્રેશ ઇશ્યૂથી મળનારી આવકનો ઉપયોગ કંપની દ્વારા લેવાયેલા કેટલાક ઋણનો સંપૂર્ણ અથવા આંશિકપણે પુનઃચૂકવણી/પૂર્વચૂકવણી માટે ભંડોળ મેળવવા માટે, નાણાંકીય વર્ષ 2025 અને 2026 દરમિયાન કંપની અને તેની પેટા કંપનીઓ દ્વારા લાંબા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાતો માટે ફંડ મેળવવા, હસ્તાંતરણો દ્વારા ઇનઓર્ગેનિક ગ્રોથ પહેલ આગળ ધપાવવા તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાનો ધ્યેય ધરાવે છે.

આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરાયેલા ઇક્વિટી શેર્સ બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ કરવામાં આવશે. કંપનીને 8 નવેમ્બર, 2023ના રોજ તેમના લેટરના અનુસંધાનમાં ઇક્વિટી શેર્સના લિસ્ટિંગ માટે બીએસઈ અને એનએસઈ તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે.

આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, ડેમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ, જેફરીઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (“બુક રનિંગ લીડ મેનેજર્સ” અથવા “બીઆરએલએમ”) છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.