Western Times News

Gujarati News

પોલીસે ૮૮૦ ગુનામાં પકડેલો ૩૩ કરોડનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપ્યો

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકએ રીંગરોડની હદ બાબતે મહત્વપૂર્ણ જાણકારી આપી. આ ઉપરાંત તમને એ પણ કહ્યું કે જે વિસ્તારમાં દેશી દારૂનું ચલણ વધારે હોય અને આ વ્યવસાય સાથે સંકળાયેલ હોય તેવી વિધવા બહેનો અને લોકોના પુન વસવાટ માટે અભ્યાસ કરીને એ દિશામાં કામગીરી કરવામાં પણ આવશે. પોલીસ કમિશનર દ્વારા કેટલાક મહત્વપૂર્ણ આંકડાકીય બાબતોની જાણકારી પણ આપવામાં આવી છે.

જેમાં એક ઓક્ટોબરથી ૩૧મી જાન્યુઆરી સુધી શહેરમાં ૫૫ હજાર લિટર દેશી દારૂ અને ૫ લાખ ૭૩ હજાર ૯૩૭ બોટલ વિદેશી દારૂ નો નાશ કરાયો છે , જેની કિંમત ૮ કરોડ ૧૫ લાખ ૯૪ હજાર થાય છે. આ ઉપરાંત પોતાના કાર્યકાળ દરમિયાન મહત્વપૂર્ણ સિદ્ધિ પૈકી કુલ ૮૮૦ ગુનામાં પકડાયેલ ૩૩ કરોડનો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો હોવાની વાત કહીં. જેમાં સોના ચાંદી રોકડ રકમ વગેરેનો સમાવેશ થાય છે.

છેલ્લા ઘણા સમયથી ચર્ચાસ્પદ એવા રાજીવ મોદી કેસ બાબતે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીના રાજીવ મોદી સામે નોંધાયેલ બળાત્કારની ફરિયાદ મામલે તપાસ સંદર્ભે પણ નિવેદન આપ્યું અને કહ્યું કે હાઇકોર્ટના નિર્દેશ પ્રમાણે તે બાબતે કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં અને રામોલ પોલીસ સ્ટેશનની હાથમાં આવતા ઉમિયા નગર વિસ્તારમાં આ સામાજિક તત્વોના આતંક બાબતે પણ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની વાત કહી..

મહત્વનું છે કે અમદાવાદ શહેરની ફરતે આવેલ ભૌગોલિક દ્રષ્ટિએ મહત્વના માનવામાં આવતા સરદાર પટેલ રિંગરોડ ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરની ફરતે આવેલ કુલ એક ૭૫ કિલોમીટર અંતરના રિંગરોડ પોલીસની હદની દ્રષ્ટિએ વાત કરીએ તો ૮૦% ભાગ અમદાવાદ શહેર પોલીસ હેઠળ સમાવેશ થાય છે.

જ્યારે બાકીનો ૨૦ ટકા રીંગરોડ અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગર પોલીસ હદ વિસ્તારમાં સમાવિષ્ટ છે. હાલ ટ્રાફિક નિયમનની બાબતમાં ગાંધીનગર અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ હદમાં હોવાથી કામગીરીમાં ઘણીવાર સમસ્યા ઊભી થાય છે. જેથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા રાજ્ય સરકારના ગૃહો વિભાગને રીંગરોડ આખો પટ્ટો અમદાવાદ શહેર પોલીસની હદમાં સમાવવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં ઘરફોડ લૂંટ સહિતના ગુનાઓમાં ઘટાડો થયાનો દાવો કર્યો હતો. ૩૧ જુલાઈથી અત્યાર સુધી અનેક ગુનાઓ ઓછા થયા છે. તેમજ લૂંટ અને ધાડના ૮ ગુનોઓમાં તમાં આરોપીઓની ધરપકડ કરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.