સસ્તી લોન માટે જોવી પડશે રાહ, RBIએ વ્યાજ દરમાં ન કર્યો કોઈ ઘટાડો
નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેંક મોનેટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામો જાહેર કર્યા છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે જાણકારી આપી છે. રેપો રેટ સતત છઠ્ઠી વખત ૬.૫ પર સ્થિર રાખવામાં આવ્યો છે.
એટલે કે સામાન્ય લોકોને હજુ પણ સસ્તી લોન માટે રાહ જોવી પડશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ છેલ્લે રેપો રેટ વધાર્યો હતો. કેન્દ્રીય બેંકે છેલ્લે ૮ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ રેપો રેટ વધાર્યો હતો. ત્યારબાદ આરબીઆઈએ તેમાં ૨૫ બેસિસ પોઈન્ટ અથવા ૦.૨૫ ટકાનો વધારો કરીને ૬.૫ ટકા કર્યો હતો.
ત્યારથી, આ દરો સતત છ એમપીસી બેઠકોમાં યથાવત રાખવામાં આવ્યા છે અને આ વખતે પણ તેમાં ફેરફારની શક્યતા ઓછી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે દેશનું વચગાળાનું બજેટ રજૂ કર્યા પછી આ પ્રથમ આરબીઆઈ એમપીસીની બેઠક છે.
નિષ્ણાતો માને છે કે આ બેઠકના પરિણામોની જાહેરાત કરતી વખતે, આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ રેપો રેટને સ્થિર રાખી શકે છે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કેન્દ્રીય બેંક એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષ માટે વૃદ્ધિ અને ફુગાવાને નિયંત્રિત કરશે.
નોંધનીય છે કે શક્તિકાંત દાસે પહેલેથી જ સંકેત આપ્યા હતા કે આગામી વર્ષમાં વિકાસ દર ૭ ટકાની આસપાસ રહી શકે છે, જ્યારે ફુગાવાનો દર સરેરાશ ૪.૫ ટકાની આસપાસ રહેશે. રેપો રેટ એ દર છે કે જેના પર દેશની મધ્યસ્થ બેંક ભંડોળની અછતના કિસ્સામાં વ્યાપારી બેંકોને નાણાં ધિરાણ આપે છે. રેપો રેટનો ઉપયોગ મોનેટરી ઓથોરિટી દ્વારા ફુગાવાને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે.
હકીકતમાં, રેપો રેટની અસર સામાન્ય લોકો દ્વારા બેંકોમાંથી લેવામાં આવેલી લોનની ઈએમઆઈ પર જોવા મળે છે. જો રેપો રેટમાં ઘટાડો થાય છે તો સામાન્ય લોકોની હોમ અને કાર લોનની ઈએમઆઈ ઘટે છે અને જો રેપો રેટ વધે છે તો કાર અને હોમ લોનના ભાવ વધે છે.
સામાન્ય રીતે આરબીઆઈની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની સામાન્ય લોકો પર જ અસર થતી નથી પરંતુ શેરબજાર પણ તેના પર ચાંપતી નજર રાખે છે. કેન્દ્રીય બેંક દ્વારા કરવામાં આવેલી જાહેરાતોની અસર ઘણી કંપનીઓ અથવા બેંકિંગ શેરો પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે.
આ વખતે પણ જોવા મળી શકે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે સેન્ટ્રલ બેંકના નિર્ણયો બજારમાં તેજી લાવે છે કે પછી ઘટાડાનું કારણ બને છે.SS1MS