ઇશા દેઓલ-ભરત તખ્તાની પહેલાં ઘણા સ્ટાર્સે લીધા ડિવોર્સ
મુંબઈ, ઘમેન્દ્ર અને હેમા માલિનીની મોટી દીકરી ઇશા દેઓલ એના પતિ ભરત તખ્તાનીથી અલગ થઇ ગઇ છે એવી ખબરો મળી રહી છે. ઇશા દેઓલ અને ભરત તખ્તાનીના લગ્ન ૧૨ વર્ષ સુધી ચાલ્યા અને એને બે દીકરીઓ છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં આ પહેલો કેસ સામે આવ્યો નથી જેમાં સ્ટાર્સના ડિવોર્સ થયા.
આ લિસ્ટમાં અનેક સ્ટાર્સ છે જેમના લગ્નના અનેક વર્ષ પછી ડાઇવોર્સ થયા છે. ઇશા દેઓલ અને ભરત તખ્તાનીએ અલગ થવાનો નિર્ણય કરી લીધો છે. બન્નેએ એક સ્ટેટમેન્ટ જારી કરીને સેપરેશનની જાણકારી આપી છે. ઇશા દેઓલ અને ભરત તખ્તાનીના આ ન્યૂઝની ચારે બાજુ ચર્ચાઓ ચાલી રહી છે. આ લિસ્ટમાં સોહેલ ખાન અને સીમા ખાનનો પણ સમાવેશ થાય છે.
આ બન્નેએ વર્ષ ૧૯૯૮માં લગ્ન કર્યા હતા અને વર્ષ ૨૦૨૨માં તલાક લીધા. બન્નેએ લગ્નના ૨૪ વર્ષ પછી તલાક લીધા. સોહેલ ખાને સીમા ખાનના બે દિકરા છે. ફરહાન અખ્તર અને અધુનાએ વર્ષ ૨૦૦૧માં લગ્ન કર્યા હતા અને વર્ષ ૨૦૧૭માં ડાઇવોર્સ થયા.
ફરહાન અખ્તર અને અધુનાને બે દીકરીઓ છે. ફરહાન અખ્તરે શિવાની દાંડેકર સાથે બીજા લગ્ન કર્યા. હ્રતિક રોશન અને સુઝૈન ખાને વર્ષ ૨૦૦૦માં લગ્ન કર્યા હતા અને વર્ષ ૨૦૧૪માં ડાઇવોર્સ લીધા. મલાઇકા અરોરા અને અરબાઝ ખાન પણ આ લિસ્ટમાં છે. બન્નેને એક દિકરો અરહાન ખાન છે.
મલાઇકા અરોરા અને અરબાઝ ખાને વર્ષ ૨૦૧૭માં તલાક લીધા. અરબાઝ ખાને થોડા સમય પહેલાં શૂરા ખાન સાથે બીજા લગ્ન કર્યા હતા. જ્યારે મલાઇકા અરોરાની વાત કરવામાં આવે તો અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે. આમિર ખાન અને રીના દત્તાનું નામ પણ છે.
આ બન્નેએ વર્ષ ૧૯૮૬માં લગ્ન કર્યા હતા અને વર્ષ ૨૦૦૦માં તલાક લેવા પડ્યા હતા. એક દિકરો અને એક દીકીર છે. આમિર ખાને વર્ષ ૨૦૦૫માં બીજા લગ્ન કિરણ રાવ સાથે કર્યા હતા. જેમના ડાઇવોર્સ વર્ષ ૨૦૨૧માં થયા.
આ લિસ્ટમાં સૈફ અલી ખાન અને અમૃતા સિંહનું નામ પણ છે. વર્ષ ૧૯૯૧માં લગ્ન કર્યા હતા અને ૨૦૦૪માં તલાક થયા. સૈફ અલી ખાને કરીના કપૂર સાથે બીજા લગ્ન કર્યા છે, જેને બે દિકરા છે.SS1MS