બોટાદ માર્કેટિંગ યાર્ડમાં તલ, કપાસ અને ચણા સહિતના પાકની થઈ આવક
બોટાદ, માર્કેટિંગ યાર્ડ ખાતે સફેદ તલની આજે ૨૫૦ મણ આવક થઈ હતી, જેના ભાવ પ્રતિ મણ સૌથી નીચા ભાવ ૨,૫૦૫ રૂપિયા નોંધાયા હતા, જયારે સૌથી ઉંચા ભાવ ૨,૮૫૦ રૂપિયા નોંધાયા હતા. ગત છેલ્લા દિવસનો ભાવ પ્રતિ મણ ૨,૯૩૦ રૂપિયા નોંધાયો હતો. છેલ્લા બે દિવસમાં સરેરાશ ૮૦ રૂપિયાનો પ્રતિ મણ ભાવ ઘટાડો નોંધાયો હતો. યાર્ડ ખાતે કપાસની કુલ ૩૯,૨૮૦ મણ આવક નોંધાઈ હતી.
કપાસનો પ્રતિ મણ સૌથી નીચો ભાવ ૧,૧૧૧ રૂપિયા નોંધાયો હતો, જ્યારે સૌથી ઊંચો ભાવ ૧,૪૮૮ રૂપિયા નોંધાયો હતો. બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોએ જણસી વેચવા માટે વાહનોની લાંબી લાઈનો લાગી હતી. સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ કરતા બોટાદ યાર્ડમાં કપાસનો ભાવ સૌથી ઉંચો અને આવકના પ્રમાણમાં વધુ હોય છે.
છેલ્લા ત્રણ દિવસ પૈકી આજે સરેરાશ કપાસની આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો. બોટાદ માર્કેટિંગ યાર્ડ એ સૌરાષ્ટ્રની સૌથી મોટું કપાસનું માર્કેટિંગ યાર્ડ ગણવામાં આવે છે. આજે યાર્ડમાં ચણાની ૧૨૫ ક્વિન્ટલ આવક થઈ હતી, જેના એક મણના સૌથી નીચા ભાવ ૮૦૦ રૂપિયા સુધી રહ્યા હતા અને એક મણના સૌથી ઊંચા ભાવ ૧,૧૭૦ રૂપિયા સુધીના રહ્યા હતા.
જ્યારે છેલ્લા દિવસે ચણાની ૧૮૦ ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. આજરોજ ૧૨૫ ક્વિન્ટલ આવક નોંધાતા ચણાની એકંદરે આવકમાં ઘટાડો નોંધાયો હતો. છેલ્લા દિવસે ચણાનો પ્રતિ મણ ભાવ ૧,૫૧૫ રૂપિયા નોંધાયો હતો, જ્યારે છેલ્લા બે દિવસમાં આજે ચણામાં પ્રતિ મણ ૩૪૫ રૂપિયાનો ભાવ ઘટાડો નોંધાયો હતો.
યાર્ડ ખાતે આજે ઘઉંની ૩૮ ક્વિન્ટલ આવક થઈ હતી, જેના પ્રતિ મણ સૌથી નીચા ભાવ ૪૩૦ રૂપિયા રહ્યા હતા, જયારે સૌથી ઉંચા ભાવ ૬૨૮ રૂપિયા રહ્યા હતા. છેલ્લા દિવસે માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉની ૨૦૦ ક્વિન્ટલ આવક થઇ હતી. એકંદરે ઘઉની આવકમાં આજે મોટો ઘટાડો નોંધાયો હતો. આજે બાજરીની ૨૫ મણ આવક થઈ હતી, જેના પ્રતિ મણ ભાવ ૫૨૨ રૂપિયા સુધીના નોંધાયા હતા.SS1MS