UPAના કાર્યકાળમાં રૂપિયામાં ભારે ઘટાડો થયો હતોઃ બેંકિંગ સેક્ટર સંકટમાં હતું
યુપીએ શાસનના ૧૦ વર્ષમાં ભારતીય અર્થતંત્રને વ્યાપક નુકસાન થયું-કોલસા કૌભાંડથી સરકારની તિજોરીને ૧.૮ લાખ કરોડનું નુકસાન
નવી દિલ્હી, લોકસભામાં આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે શ્વેતપત્ર રજૂ કરી યુપીએના ૧૦ વર્ષના શાસનમાં થયેલા ભ્રષ્ટાચારો, ગેરવહીવટો સહિતની વિગતો દર્શાવી છે. જેમાં કોલસા કૌભાંડ, સ્પેકટ્રમ કૌભાંડથી દેશની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. એટલું જ નહીં પરંતુ રૂપિયો પણ નબળો પડ્યો હતો. બેન્કિંગ ક્ષેત્રમાં પણ અનિશ્ચિતતાનું વાતાવરણ છવાયું હતું.
યુપીએ શાસનમાં થયેલા કૌભાંડોની ભારતીય અર્થતંત્ર ઉપર ગંભીર અસર પડી છે. આ શ્વેતપત્રમાં અન્ય વિગતો પણ દર્શાવવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે લોકસભામાં શ્વેતપત્ર રજૂ કર્યું. આ અંગે આવતીકાલે (શુક્રવારે) ચર્ચા થશે. ૫૯ પાનાના શ્વેતપત્રમાં ૨૦૧૪ પહેલા અને પછીની ભારતીય અર્થવ્યવસ્થા વિશે માહિતી આપવામાં આવી છે. તે જણાવે છે કે કેવી રીતે યુપીએ સરકારના ૧૦ વર્ષમાં ભારતને અર્થતંત્રના ગેરવહીવટનું નુકસાન સહન કરવું પડ્યું.
શ્વેતપત્રમાં લખ્યું છે- ૨૦૧૪માં કોલસા કૌભાંડે દેશની અંતરાત્મા હચમચાવી દીધી હતી. ૨૦૧૪ પહેલા, કોલસાના બ્લોકની ફાળવણી પારદર્શક પ્રક્રિયાને અનુસર્યા વિના મનસ્વી ધોરણે કરવામાં આવતી હતી. કોલસા ક્ષેત્રને સ્પર્ધા અને પારદર્શિતાથી દૂર રાખવામાં આવ્યું હતું. એજન્સીઓએ તપાસ કરી અને ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટે ૧૯૯૩થી ફાળવેલ ૨૦૪ કોલસાની ખાણો/બ્લોકની ફાળવણી રદ કરી.
યુપીએ સરકાર દરમિયાન ૧૨૨ ટેલિકોમ લાઇસન્સ સાથે સંકળાયેલું ૨જી સ્પેક્ટ્રમ કૌભાંડ થયું હતું. કેગના અંદાજ મુજબ સરકારી તિજોરીને ૧.૭૬ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કોલસા કૌભાંડમાં સરકારી તિજોરીને ૧.૮૬ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ રાજકીય અનિશ્ચિતતાનું વાતાવરણ દર્શાવે છે.
સંસદમાં બજેટ રજૂ કરતી વખતે સીતારમણે કહ્યું હતું કે એફડીઆઈનો અર્થ ફર્સ્ટ ડેવલપ ઈન્ડિયા છે. ૨૦૧૪-૨૩ દરમિયાન ઇં૫૯૬ બિલિયન ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ આવ્યું. આ ૨૦૦૫-૨૦૧૪ દરમિયાન આવેલા હ્લડ્ઢૈં કરતાં બમણું હતું. અમે વિદેશી ભાગીદારો સાથે દ્વિપક્ષીય રોકાણ સંધિઓ કરી રહ્યા છીએ.
સંસદના વર્તમાન બજેટ સત્ર દરમિયાન, સરકાર સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) શાસન દરમિયાન આર્થિક ગેરવહીવટ પર શ્વેતપત્ર બહાર પાડ્યું છે. આ શ્વેતપત્રમાં સરકાર દેશની અર્થવ્યવસ્થા પર ૨૦૧૪ પહેલા લીધેલા આર્થિક નિર્ણયોની હાનિકારક અસરો વિશે વિગતવાર જણાવશે. કેન્દ્ર સરકાર આ શ્વેતપત્ર ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૪ એટલે કે રવિવારે લાવી શકે છે. સંસદના બજેટ સત્રનો આ છેલ્લો દિવસ હશે. પ્રથમ બજેટ સત્ર ૯ ફેબ્રુઆરીએ પૂરું થવાનું હતું, પરંતુ તેને એક દિવસ લંબાવવામાં આવ્યું છે. શ્વેતપત્ર ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું,
તેમના તાજેતરમાં રજૂ કરાયેલા વચગાળાના બજેટ ૨૦૨૪માં, નાણામંત્રી નિર્મલા સીતારમણે યુપીએ સરકાર દરમિયાન લેવામાં આવેલા આર્થિક નિર્ણયો અને દેશ પર તેની પ્રતિકૂળ અસરો અંગે શ્વેતપત્ર લાવવાની જાહેરાત કરી હતી. નાણામંત્રીએ તેમના વચગાળાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે જ્યારે આ સરકારે વર્ષ ૨૦૧૪ માં સત્તા સંભાળી ત્યારે અર્થવ્યવસ્થાને અને ગવર્નન્સ સિસ્ટમને તબક્કાવાર સુધારવાની જવાબદારી ખૂબ મોટી હતી.
લોકોને આશાનું કિરણ પૂરું પાડવું, રોકાણ આકર્ષવું અને સુધારા માટે ખૂબ જ જરૂરી સમર્થન મેળવવું એ સમયની જરૂરિયાત હતી. જે સરકારે સફળતાપૂર્વક હાંસલ કરી છે. તેમજ નાણામંત્રીએ શ્વેતપત્ર રજૂ કરવા બાબતે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૪ માં દેશ ક્યાં હતો અને અત્યારે ક્યાં છે. તેમજ શ્વેતપત્રનો હેતુ તે વર્ષોના ગેરવહીવટમાંથી પાઠ શીખવાનો છે.