Western Times News

Gujarati News

તારક મહેતાના ૪૦૦૦ એપિસોડ પૂરા

મુંબઈ, ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ ૪૦૦૦ એપિસોડ પૂરા કરી લીધા છે. આ ખાસ અવસર પર બબીતાજીએ એક વિડીયો શેર કર્યો છે જેમાં ફૂલ ટીમ મસ્તી કરતી જોવા મળી રહી છે.

આ વિડીયો લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. એક્ટ્રેસ મુનમુન દત્તા લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા અય્યરના નામથી જાણીતી છે.

એક્ટ્રેસે તારક મહેતા શોના ૪૦૦૦ એપિસોડ પૂરા થવા પર લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. આ શો પહેલી વાર જુલાઇ ૨૦૦૮માં પ્રસારિત થયો, જ્યારે હાલમાં ૧૬માં વર્ષમાં છે. આ ચિત્રલેખા મેગેઝિનમાં તારક મહેતાના વીકલી કોલમ દુનિયાના ઉંધા ચશ્મા પર આધારિત છે. પ્રશ્વિમ બંગાળમાં રહેતી ૩૬ વર્ષીય એક્ટ્રેસ જે બબીતાની ભૂમિકા નિભાવે છે એ અય્યરની પત્ની છે. જ્યારે જેઠાલાલની સિક્રેટ ક્રશ છે.

શોના નિર્માતાઓ દ્રારા હાંસિલ કરેલી આ ઉપલÂબ્ધમાં મુનમુને ઇન્સ્ટાગ્રામ પર ૪૦૦૦ એપિસોડનો જશ્ન મનાવતા અન્ય કલાકારોની સાથે અનેક તસવીરો અને બિહેન્ડ ધ સીનના વિડીયો શેર કર્યા છે. તસવીરોમાં મુનમુન ગોકુલધામ હાઉસિંગ સોસાયટીની બહાર પોઝ આપતી જોઇ શકાય છે.

બબીતાજીએ બ્લુ કલરનું ફ્લોરલ પેન્ટ શૂટ પહેર્યુ છે અને ૪૦૦૦ એપિસોડ બતાવનાર માર્કી લાઇટ્‌સની સામે પોઝ આપીને સ્માઇલ આપી રહી છે.

તસવીરોની સીરિઝને શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે કે ૪૦૦૦ એપિસોડ..આજે દરેક વસ્તુ માટે આભારી છું, મોટા સપના વાળી અને નાના શહેરની છોકરી, ૧૬ વર્ષ પછી, સખત મહેનત અને દ્રઢતા પછી,,હું આજે અહીંયા છું. આ સાથે પોસ્ટમાં લખ્યુ છે કે ડિગ્નિટની સાથે ઉભા રહો. આજે મેં જે કંઇ હાંસિલ કર્યુ છે એ મારું પોતાનું છે જેનાથી મને કોઇ છીનવી શકતુ નથી. આ બ્રહ્માંડમાં દરેક લોકોની આભારી છું.

વિડીયોમાં મુનમુનને અન્ય સ્ટાર કાસ્ટની સાથે મજેદાર વાતચીત કરતી જોવા મળી રહી છે. જેમાં એક ચોકલેટ કેકની ઝલક જોવા મળી રહી છે.

આ કેકમાં ૪૦૦૦ દેખાતા નંબરની ડિઝાઇન કરવામાં આવી હતી. સ્ટાર કાસ્ટ આરતી કરીને મીઠાઇ ખાય અને ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. રીલ વિડીયોના કેપ્શનમાં લખ્યુ છે કે ૪૦૦૦ એપિસોડના શૂટિંગ પછી બિહેન્ડ ધ સીન એમ દરેક વસ્તુ માટે આભારી છે..આ અદભૂત ટીમની માટે અને દર્શકો માટે, જે સારા અને ખરાબ સમયે મારી સાથે રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.