અદાનાછાપરામાં પાણીની પાઈપલાઈન માટે વિધાનસભામાં કોંગ્રેસ તરફી વોટિંગના સોગંધ ખવડાવ્યા : સ્થિતિ ત્યાંને ત્યાંજ
બાયડ:બાયડ નગરપાલિકાના પેટાપરા અદાનાછાપરા વિસ્તારના લોકો સરકારની “નળ ત્યાં જળ” યોજના માટે તડપી રહ્યા છે બાયડ નગરપાલિકાના બની બેઠેલા કેટલાક સત્તધીશો છેલ્લા બે વર્ષથી પાઈપલાઈનનો ઠરાવ થઈ ગયો હોવા છતાં ઈરાદા પૂર્વક પાઈપલાઈન નાખતા ન હોવાથી અદાનાછાપરા વિસ્તારના લોકોએ ભાજપના કેટલાક અગ્રણીઓ સાથે રાખી તાલુકા અને જીલ્લા વહીવટી તંત્રમાં આવેદનપત્ર આપી ૧૦ દિવસમાં પાણીની પાઈપલાઈન નું જોડાણ નહિ આપવામાં આવેતો બાયડ નગરપાલિકા કચેરી આગળ આત્મવિલોપન કરી દેહનો નાશ કરશે તેવી ચીમકી ઉચ્ચારતા ભારે હલચલ મચી ગઈ છે
બાયડ શહેર ભાજપ સંગઠનના કેટલાક હોદ્દેદારો સ્થાનિકો સાથે જીલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી જણાવ્યું હતુંકે નગરપાલિકામાં સમાવિષ્ઠ અદાનાછાપરા વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી પાઈપલાઈનનો ઠરાવ કરવામાં આવ્યો હોવાછતાં પાઈપલાઈન ની કામગીરી કરવામાં આવી નથી.
ઘણીવાર રજુઆત કરવા છતાં કોઈ પરિણામ નહિ મળેલ વિધાનસભાની પેટા ચૂંટણીમાં બની બેઠેલા સત્તાધીશો કે જે નગરપાલિકામાં ચૂંટાયા પણ નથી તેમને કોંગ્રેસ તરફી મતદાન કરો તોજ પાઈપલાઈન નાખવામાં આવશે જણાવી સોગંધ ખવડાવ્યા હતા અને અમે મજબૂરી વશ સોગંધ પણ ખાધા હતા
વિધાનસભાની પેટા ચૂંટણી પુરી થઈ ગયા પછી પણ પાઈપલાઈન કરી પણ જોડાણ બાકી રાખતા નગરપાલિકામાં રજુઆત કરતા પાલિકામાંથી ચૂંટાયેલા ન હોય તેવા લોકોનો સંપર્ક કરવાનું જણાવવામાં આવતા આવા બનીબેઠેલા સત્તાધીશોના ઘરે જઈ પાઈપલાઈન જોડાણની વાત કરતા આગામી નગરપાલિકાની ચૂંટણીમાં અમોને મત આપશો તેવા સોગંધ ખાઓ પછી જ જોડાણ આપવામાં આવશે ની વાત કરતા આખરે થાકી જઈ અદાનાછાપરા વિસ્તારના લોકોએ સ્થાનિક ભાજપના અગ્રણીઓને સાથે રાખી જીલ્લા અને તાલુકા વહીવટી તંત્રમાં આવેદનપત્ર આપી ૧૦ દિવસમાં પાણીની પાઈપલાઈન નું જોડાણ નહિ આપવામાં આવેતો બાયડ નગરપાલિકા કચેરી આગળ આત્મવિલોપન કરી દેહનો નાશ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.