સુષ્મિતા સેનની દીકરી પર આવ્યું મુનવ્વર ફારૂકીનું દિલ?
મુંબઈ, થોડા સમય પહેલાં જ ‘બિગ બોસ ૧૭’ના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. મુનવ્વર ફારુકીએ આ સિઝનની ટ્રોફી જીતી છે. મુનવ્વર બિગ બોસ ૧૭ સીઝનથી સતત ચર્ચામાં છે. સ્ટેન્ડઅપ કોમેડિયનની પર્સનલ લાઇફની પણ શો દરમિયાન ખૂબ ચર્ચા થઈ હતી.
હવે બુધવારે રાત્રે મુનવ્વર સ્ટાઈલમાં પાર્ટીમાં પહોંચતો જોવા મળ્યો હતો. તે ઓફ-વ્હાઈટ કો-ઓર્ડ સેટમાં હંમેશાની જેમ હેન્ડસમ દેખાતો હતો, જે તેણે સાથે મેચિંગ સ્નીકર્સ પેર કર્યા હતાં. જો કે, પાર્ટી નાઈટ માટે મુનવ્વરની કંપનીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
પાર્ટીમાં મુનવ્વર બોલિવૂડ એક્ટ્રેસ સુÂષ્મતા સેનની દીકરી રેને સેન સાથે પહોંચ્યો હતો. ઈન્સ્ટન્ટ બોલિવૂડના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી મુનવ્વર અને રેને એક જ કારમાં પાર્ટીમાં પહોંચ્યા અને થોડી જ વારમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો.
સુષ્મિતા સેનની મોટી દીકરી મુનવ્વર સાથે જોઈને યુઝર્સ ચોંકી ઉઠ્યા છે. જોકે, બિગ બોસ વિનર અને રેને સાથે ઓરી પણ હાજર હતો. પરંતુ, યુઝર્સ મુનવ્વર અને રેનેને એકસાથે જોઈને ચોંકી ઉઠ્યા છે.
રેનેએ આઉટિંગ માટે પોતાનો લુક એકદમ કેઝ્યુઅલ રાખ્યો હતો. તેણે પીચ સ્ટ્રેપી ક્રોપ ટોપ અને બ્લુ ડેનિમ પહેર્યું હતું અને હાઈ હીલ્સ સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો. મુનવ્વર અને રેને પાર્ટીમાં સાથે પહોંચ્યા હોવા છતાં, તેઓએ પાપારાઝી માટે સાથે પોઝ આપ્યો ન હતો.
કહેવાની જરૂર નથી કે નેટીઝન્સ તેમને એકસાથે જોઈને ખૂબ જ નવાઇ પામ્યા છે. એકે કોમેન્ટ કરી, “સુÂષ્મતા સેનની દીકરી તેની સાથે શું કરી રહી છે?” બીજાએ પૂછ્યું, “સુÂષ્મતા સેનની દીકરી ત્યાં કેમ છે?” ત્રીજા યુઝરે લખ્યું, “તે રેને છે? સુÂષ્મતા સેનની દીકરી?”SS1MS