હરદા વિસ્ફોટઃ કામ કરનારાની જીવની કિંમત ફક્ત ૨૦ પૈસા હતી
નવી દિલ્હી, મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં ફટાકડાના કારખાનામાં થયેલા વિસ્ફોટના ઘા કદાચ ક્યારેય રૂઝાય નહીં એવા છે. એ દિવસને યાદ કરીને લોકો કંપી ઉઠે છે. આ વિસ્ફોટોના ભય વચ્ચે દરરોજ અકસ્માત સાથે જોડાયેલા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ ખુલાસા જણાવે છે કે અહીં કામ કરનારાની જીવની કિંમત ફક્ત ૨૦ પૈસા હતી. હવે અહીં મહિલાઓ અસુવિધાને લઈને હોબાળો કરી રહી છે.
ગ્રાઉન્ડ ઝીરોથી ઘણી દર્દનાક કહાનીઓ સામે આવી છે. ફક્ટરીમાં કામ કરનારી મહિલાઓએ જણાવ્યું કે અમે સવારથી સાંજ સુધી ખોખામાં દારુગોળો ભરીને તેના પર વાટ અને રબર લગાવીને ફેક્ટરીમાં જમા કરાવીએ છીએ. ત્યારબાદ આ દારુગોળો ભરેલા ડબ્બાને ઘરમાં મોકલી દેવામાં આવતા હતાં.
આ દારુગોળો ઘરોમાં મોકલવામાં આવ્યો હતો જેથી તેની આસપાસ દોરડું વીંટાળી શકાય. નવાઈની વાત એ છે કે ફેક્ટરીનો સ્ટાફ આ કામ માત્ર વિશ્વાસુ મહિલાઓને જ આપતો હતો. આ વિશ્વાસુ લોકોને અન્ય કરતા વધુ વેતન આપવામાં આવતું હતું. ઘણી સ્ત્રીઓ આખી રાત ઘરમાં આ કામમાં વ્યસ્ત રહી. તે આ બોમ્બ ગુપ્ત રીતે તૈયાર કરતી હતી.
મહિલાઓએ પોતાની વાર્તાઓમાં જણાવ્યું હતું કે આ પ્રકારના કામને કારણે છુપાઈને ઘરોમાં ઘણી વખત વિસ્ફોટ થયા છે. આવા અકસ્માતમાં ત્રણ લોકોના મોત પણ થયા છે. મહિલાઓએ જણાવ્યું કે હજુ પણ ઘણા ઘરોમાં ફટાકડા રાખવામાં આવે છે. તેને બહાર કાઢવામાં આવે.
મહિલાઓનું કહેવું છે કે ઘણાં ઘરોમાં અત્યારે પણ છાનામાના ચાલી રહ્યું હશે. એક મહિલાએ જણાવ્યું કે ૯ વર્ષ પહેલા થયેલા વિસ્ફોટમાં તેના પતિનું મોત થયું હતું.
પરંતુ, ગરીબીની સ્થિતિ એવી હતી કે મારે અહીં આવવાની ફરજ પડી હતી. મારે મારા બાળકોને પણ અહીં લાવવાનું હતું. તેણે કહ્યું કે આ કામ કોઈના જીવને જોખમમાં મૂકીને કરવું પડતુ હતું. દરેક વખતે એવું લાગતું હતું કે દારુગોળો ફૂટી ન જાય. મહિલાઓએ જણાવ્યું કે એક હજાર ફટાકડા બનાવવા માટે તેમને માત્ર ૨૦૦ રૂપિયા એટલે કે બોમ્બ દીઠ ૨૦ પૈસા ચૂકવવામાં આવતા હતા. પૈસાનો હિસાબ મંગળવારે થતો હતો. તેમણે કહ્યું કે અમારા ઘરો બરબાદ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી કોઈ મદદ પહોંચી નથી.SS1MS