શાહિદની પત્ની મીરાએ ફિલ્મ જોતાની સાથે વખાણ કર્યા
મુંબઈ, શાહિદ કપૂર અને કૃતિ સેનનની રોમેન્ટિક ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ શુક્રવારના રોજ એટલે કે આજે મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થઇ ગઇ છે. અમિત જોઘી અને આરાઘના સાહ દ્રારા નિર્દેશિત આ ફિલ્મની કહાની કંઇક એવી છે કે જે એક રોબોટના પ્રેમમાં પડી જાય છે.
ફિલ્મમાં રોમાન્સ, ડાન્સ નંબર્સ અને સામાન્ય કોમેડી તમને જોવા મળવાની છે. ફિલ્મના રિલીઝ પહેલાં શાહિદ કપૂરની પત્ની મીરા રાજપુતે ફિલ્મની સ્પેશિલ સ્ક્રીનિંગ જોઇ અને પછી સોશિયલ મિડીયા હેન્ડલ પર જબરજસ્ત વખાણ કરવા લાગી.
મીરા રાજપુતે ઇન્સ્ટાગ્રામ સ્ટોર પર શાહિદ અને કૃતિની ફિલ્મની એક તસવીર શેર કરીને લખ્યુ છે કે હસવાનો પૂરો ડોઝ તમને મળશે, ઘણાં સમય પછી આવું મનોરંજન થયુ. પ્રેમ, ડાન્સ, હસવુ તેમજ છેલ્લે દિલને ગમી જાય એવો સંદેશ. મુખ્ય અભિનેતાઓના પ્રદર્શન વિશે લખ્યુ છે કે કૃતિ સેનન તુ પિચ પરફેક્ટ હતી.
શાહિદ કપૂર ધ ઓજી લવર બોય, તારા જેવુ કોઇ નથી, તે મારું દિલ પીગાળી દીધુ..આ સાથે વધુમાં જણાવે છે કે હાલમાં ્મ્સ્છેંત્ન જોઇ. એટલું હસ્યા કે પેટમાં દુખાવો થઇ રહ્યો છે.
ગુરુવારના રોજ ફિલ્મના એક વિશેષ પ્રીમિયર આયોજિત કરવામાં આવ્યો જેમાં લીડ એક્ટેર્સની સાથે બોલિવૂડ સેલેબ્સ સ્ક્રીનિંગમાં શામેલ થયા. ફિલ્મમાં રોબોટની ભૂમિકા કરનાર કૃતિ બ્લેક ટોપ અને ગ્રીન પેન્ટમાં કેઝ્યુઅલ લુકમાં નજર આવી. આ કાર્યક્રમમાં એની બહેન નૂપુર સેનન પણ હાજર રહી હતી.
શાહિદની સાથે એની પત્ની મીરા, ભાઇ ઇશાન ખટ્ટર અને માતા નીલિમાં અજીમ હાજર રહી હતી. જાન્હવી કપૂર, રકુલ પ્રીત સિંહ, જૈકી ભગનાની જેવા અન્ય સેલેબ્સ પણ સ્ક્રીનિંગમાં હાજર રહ્યા હતા. આ ફિલ્મમાં શાહિદ કપૂર એક રોબોટ વૈજ્ઞાનિકની ભૂમિકા નિભાવે છે જે ભાવનાઓને વિકસિત કરે છે અને કૃતિ (જે ફિલ્મમાં સિફરા છે) સાથે લગ્ન કરે છે જે એક બહુ બુદ્ધિમાન રોબોટ છે.
ટ્રેલરમાં બતાવવામાં આવ્યુ છે કે કેવી રીતે એ રોબોટના પ્રેમમાં પડી જાય છે અને એના વિશેની સચ્ચાઇ જાણ્યા પછી પણ એનો પ્રેમ મળતો નથી. ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ અમિત જોશી અને આરાધના સાહ દ્રારા લિખિત અને નિર્દેશિત છે. દિનેશ વિઝન, જ્યોતિ દેશપાંડે અને લક્ષ્મણ ઉતેકરે ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ ૯ ફેબ્રુઆરીના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થઇ ગઇ છે. આ મુવીમાં દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર પણ છે.SS1MS