ક્રેક ફિલ્મનું ટ્રેલર જોઇને રૂંવાડા ઉભા થઇ જશે
મુંબઈ, વિદ્યુત જામવાલ સ્ટાર ફિલ્મ ક્રેકનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ ફિલ્મના ટ્રેલર પછી હવે લોકોને આ મુવી ક્યારે રિલીઝ થશે એની રાહ જોઇ રહ્યા છે. એક્શન થ્રિલર ફિલ્મ ક્રેકનું ટ્રેલર રિલીઝ થતાની સાથે સોશિયલ મિડીયામાં છવાઇ ગયુ છે.
લોકોને ટ્રેલરમાં વિદ્યુત જામવાલ અને અર્જુન રામપાલનો એક્શન અવતાર ખૂબ પસંદ પડી રહ્યો છે. એક્શન ક્રેઝનો ધમાકો કરવા માટે એક્શન કિંગ વિદ્યુત જામવાલ ફિલ્મ ક્રેક માટે તૈયાર છે. ફિલ્મમાં ધમાકેદાર એક્શન સીકવન્સને લઇને વિદ્યુત જામવાલ ખૂબ જાણીતા છે.
જો કે આ વાત ક્રેકના ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે. ફિલ્મ ક્રેકના ટ્રેલરમાં વિદ્યુત જામવાલ સિવાય અર્જુન રામપાલ અને નોરાની શાનદાર અને ધમાકેદાર એક્શન જોવા મળવાની છે. આ ફિલ્મના એક્શન સીન્સ બહુ જોરદાર છે. આ ફિલ્મ એક્શન સીન જોઇને ફેન્સ સતત વિદ્યુત જામવાલના વખાણ કરી રહ્યા છે. વિદ્યુત જામવાલ આ ફિલ્મમાં એક્શનની સાથે કોમેડી કરતા પણ જોવા મળી રહ્યો છે.
એક્ટરનો આ અંદાજ લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. આ સાથે લોકો વખાણ કરી રહ્યા છે. ફિલ્મ ક્રેકમાં વિદ્યુત જામવાલ અને અર્જુન રામપાલના જબરજસ્ત એક્શનની સાથે એમી જેક્શન અને નોરા ફતેહી પણ નજરે પડશે. ૨ મિનિટ ૨૧ સેકન્ડના આ ટ્રેલરની શરૂઆત ડાયલોગ એ ભાઇ..
સપને તો દોનો આંખો સે દેખતે હૈ ન ઔર તેરી દુસરી આંખ કૌન હૈ..મેઇચ તો હું. મેદાન મેં જાઅેંગે, ઝંડા ગાડેંગે ઔર સબકી ફાડેંગે. આ ડાયલોગથી એટલું સ્પષ્ટ થાય છે કે આ કહાની કોઇ બદલા બેસ્ડ છે. ક્રેકમાં દમદાર કલાકાર વિદ્યુત જામવાલ, નોરા ફતેહી અને એમી જેક્સનની સાથે અર્જુન રામપાલ મહત્વની ભૂમિકામાં છે.
ક્રેક એક એક્શન Âથ્રલર હોવાનો વાદો કરે છે જેમાં અર્જુન રામપાલ એક એડ્રેનાલાઇન-પપિંગ કહાનીમાં છે. આ ફિલ્મ ૨૩ ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે. જો કે આ ફિલ્મને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. વિદ્યુત જામવાલની એક્શન એક્ટિંગ પર હંમેશા ફેન ફિદા થતા હોય છે.SS1MS