ગોધરાની શાળામાં મંડપ ધરાશાયી થતાં 13 બાળકોને ઈજા
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરાના જાફરાબાદ વિસ્તારમાં આવેલ હોલી ચાઈલ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલના એન્યુઅલ ડે ની ઉજવણી પૂર્વે શાળા સંકુલના પ્રાંગણમાં બાંધવામાં આવેલ મંડપની નીચે કેટલાક સ્પર્ધક વિદ્યાર્થીઓ પોતાની રીતે પ્રેક્ટિસ કરી રહ્યા હતા
અને સ્ટાફ દ્વારા મંડપ અને સ્ટેજ બરાબર છે કે નહીં આ ચકાસણી દરમિયાન ફુકાયેલા ભારે પવન માં મંડપનો એક ભાગ ધરાશયી તથા ૧૩ જેટલા માસુમ વિદ્યાર્થીઓને સાધારણ ઇજાઓ થતા એક તબક્કે સર્જાયેલા અફડા-તફડી જેવા માહૌલ માં પ્રાથમિકતા ધોરણે આ વિદ્યાર્થીઓને શહેરની એક ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક લઈ જવામાં આવ્યા હતા.
જોકે મંડપનો એક ભાગ ધરાશયી થઈ જવાની આ ઘટનામાં વિદ્યાર્થીઓને માત્ર સામાન્ય ઇજાઓ થઈ હોવાના તબીબના અભિપ્રાય સાંભળ્યા બાદ વાલીઓ અને શાળા સંચાલકોએ પણ હાશકારો અનુભવ્યો હતો..
ગોધરા શહેરના જાફરાબાદ વિસ્તારમાં આવેલા હોલી ચાઈલ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલના ફાઉન્ડર ચેરમેન કુ. કામિનીબેન સોલંકી એ જણાવ્યું હતું કે આજરોજ અમારી શાળામાં એન્યુઅલ ફંકશન હતું અને શાળાના ગ્રાઉન્ડમાં સ્ટેજ બાંધી તૈયારીઓ ચાલી રહી હતી.અને અમારા શિક્ષકો સ્ટેજ ઉપર ચડીને ચેકિંગ કરી રહ્યા હતા કે સ્ટેજ બરાબર છે ને કયા હાલતું તો નથી ને.
અને એ દરમિયાન ખૂબ જ પવન હોવાના કારણે મંડપનો ભાગ ધરાસઈ થયો હતો. જ્યાં કેટલાક બાળકો રમી રહ્યા હતા. અને એ દરમિયાન અમુક બાળકો થોડી ઘણી સામન્ય ઇજાઓ પહોંચતા તાત્કાલિક અમે ખાનગી હોસ્પિટલમાં મોકલી સારવાર કરાવી હતી જેમાંથી છ જેટલા બાળકોને ઇજાઓ પહોંચી હતી.
જ્યારે સમગ્ર ઘટનામાં જે બાળકો ઇજાગ્રસ્ત થયા હતા તે બાળકોને એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડો. રાકેશ શાહ ઓથોપેડિક સર્જન ને જણાવ્યું હતું કે એક શાળામાં અભ્યાસ કરતા ૧૩ જેટલા બાળકો ઉપર મંડપ ધારાસઇ થવાથી ઇજાઓ પહોંચી હતી જેમાં કેટલાક બાળકોને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી ન હતી સામાન્ય ઇજાઓ પહોંચી હતી. અને ત્યારબાદ દરેક બાળકોને હેમખેમ રીતે પોતાના ઘરે મોકલી આપવામાં આવ્યા હતા.