Western Times News

Gujarati News

મુંબઇ-હૈદ્રાબાદના રૂટ માટેની ઇન્ટરસીટી સૌપ્રથમ સ્માર્ટ બસ લોંચ

પ્રવાસીઓને સાનુકૂળ, સુવિધાયુકત અને સલામત સવારી પ્રાપ્ય બનશેઃ સ્માર્ટબસની સાથે સૌપ્રથમ બોર્ડીંગ લોન્જ
અમદાવાદ,  અમદાવાદ શહેરમાં આજે પાલડી વિસ્તારમાં ગુજરાતની સૌપ્રથમ ઇન્ટરસીટી સ્માર્ટ બસ શહેરના મેયર શ્રીમતી બીજલબહેન પટેલ અને અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો.કિરીટ સોલંકી દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. અમદાવાદથી મુંબઇ અને હૈદ્રાબાદના રૂટ માટેની ઇન્ટરસીટી બસ લોન્ચ કરતાં મેયર બીજલબહેન પટેલ અને સાંસદ ડો.કિરીટ સોલંકીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં આ સૌપ્રથમ સ્માર્ટ બસની સાથે શહેરને અત્યાધુનિક અને સુવિધાજનક બોર્ડીંગ લોન્જ પણ પ્રાપ્ત થઇ છે, તેથી તેને પણ પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકવામાં આવે છે.

જે પ્રકારે મોબીલીટી સુવિધા વિસ્તરણ પામી રહી છે તે જાતાં આવનારા દિવસોમાં અમદાવાદ શહેર મોબીલીટી સુવિધા મુદ્દે વર્લ્ડનું સ્માર્ટ સીટી બનશે. આ પ્રસંગે ભારતમાં પોતાના વિસ્તરણને સતત રાખતા ઇન્ટ્રસિટી બાય રેલયાત્રી.ઇનના ચીફ બિઝનેસ ઓફિસર શ્રી સ્વપ્નીલ ત્રિપાઠી, રેલયાત્રીના સીઇઓ શ્રી મનીષ રાઠી સહિતના મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા.

મેયર બીજલબહેન પટેલ અને સાંસદ ડો.કિરીટ સોલંકીએ વધુમાં જણાવ્યું કે, રેલયાત્રી દ્વારા ઇન્ટ્રસિટીની આ નવી સુવિધા એકંદરે ઇન્ટરસિટી ગતિશીલતાની જગ્યામાં એક હિલચાલનું પ્રતીક છે અને મુસાફરોને સલામત અને અનુકૂળ અનુભવ પ્રદાન કરવામાં મદદ કરશે. આ બસ લોન્જ શહેરની એક મોટી સંપત્તિ હશે અને અમદાવાદથી અને અમદાવાદ સુધી ઇન્ટરસિટી મુસાફરીમાં સુધારો લાવવા માટે યોગ્ય વેગ આપશે.

ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં અમે હંમેશાં ટેકનોલોજી આધારિત વ્યવસાયોને આવકાર્યા છે જે આપણા જીવનને સરળ બનાવે છે. બસ મુસાફરી, જે ગુજરાતમાં પરિવહન માટેનું સૌથી વધુ પસંદગીનો પ્રકાર છે, તે પણ ટેકનોલોજી દ્વારા વિસ્તરિત બનાવવામાં આવ્યો છે જે સમયની તાતી માંગ છે. મને આનંદ છે કે ઇન્ટ્રસિટી બાય રેલયાત્રીએ ઇન્ટ્રસિટી સ્માર્ટબસ સેવા અને લોન્જ દ્વારા બસ મુસાફરીમાં ટેકનોલોજીના ફાયદા પહોંચાડવા માટે આ પ્રયાસ કર્યો છે.

ઇન્ટ્રસિટી બાય રેલયાત્રી.ઇનની ગુજરાતમાં આ સૌપ્રથમ ઇન્ટરસીટી સ્માર્ટ બસ લોન્ચ થતાં હવે અમદાવાદ-મુંબઇ અને અમદાવાદ-હૈદ્રાબાદના રૂટના પ્રવાસીઓને બહુ મોટી રાહત થશે. તેઓ ગણતરીના કલાકોમાં રેલ્વે-ટ્રેન, પ્લેનમાં ઉપલબ્ધ સુવિધા જેવી જ સુવિધા અને બોર્ડીંગ લોન્જની પણ સગવડ સાથે મુસાફરીનો આનંદ માણી શકશે. આ પ્રસંગે ઇન્ટ્રસિટી બાય રેલયાત્રી.ઇનના ચીફ બિઝનેસ ઓફિસર શ્રી સ્વપ્નીલ ત્રિપાઠી અને ઇન્ટ્રસિટી બાય રેલયાત્રીના સીઇઓ શ્રી મનીષ રાઠીએ જણાવ્યું હતું કે,અમદાવાદમાં બોર્ડીંગ લોન્જ અમદાવાદ શહેરના બસ મુસાફરોની સુવિધા અને સુગમતા માટે સર્જન કરાયેલ સૌપ્રથમ સેવા છે, જેનો સીધો લાભ યુવાન વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને પરિવારોને થશે.

ઇન્ટ્રસિટી સ્માર્ટબસ લોન્જ એર કન્ડીશન્ડ પ્રતીક્ષા વિસ્તાર ધરાવે છે અને તેમાં વાઇ-ફાઇ ક્ષમતા, બેસવાની વિશાળ જગ્યા, પાવર નેપ માટે રિક્લાઇનર્સ અને ચા‹જગ પોઇન્ટની સાથે પ્રાથમિક સુવિધાઓ જેમ કે પીવાના પાણીની વ્યવસ્થા અને ટોઇલેટની પણ સુવિધા છે. આ લોન્જમાં વ્યાવસાયિકો માટે વર્કસ્ટેશન્સનો પણ સમાવેશ થાય છે અને પેસેન્જરો પોતાની બસમાં બેસી શકે તે માટે સહાય કરવા એટેન્ડન્ટ્‌સ પણ હશે. ઇન્ટ્રસિટી વિવિધ સુવિધાઓ પ્રદાન કરે છે જે મુસાફરો માટે આરામદાયક મુસાફરીનો અનુભવ કરાવે છે.

તમામ બસો ઓન-બોર્ડ વોશરૂમ્સ, સંપૂર્ણ વાઇ-ફાઇ કનેક્ટિવિટી, ઓટોમેટિક પેસેન્ર ઇન્ફ્રમેશન સિસ્ટમ અને ઓન-બોર્ડ ઇન્ફોટેઇનમેન્ટથી સજ્જ છે. મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે, દરેક બસમાં સી.સી.ટી.વી. કેમેરા, જીપીએસ, આર્ટ એઆઈ સક્ષમ કરેલ ડ્રાઈવર ચેતવણી સિસ્ટમ અને ડ્રાઇવરો માટે આલ્કોહોલ પરીક્ષણો છે.

તમામ બસોનું સેન્ટ્રલ કમાન્ડ સેન્ટર પરથી નિરીક્ષણ કરવામાં આવે છે, જે બસને ટ્રેક અને મોનીટર કરે છે. બધી ઇન્ટ્રસિટી બસોમાં હવે બસ કેપ્ટન, સીસીટીવી કેમેરા, જીપીએસ ટ્રેકિંગ અને ડ્રાઇવર ચેતવણી સિસ્ટમ છે જે મુસાફરો માટે અનુકૂળ, સુરક્ષિત, સલામત અને સમયસર મુસાફરીની ખાતરી આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.