લગ્નને એક વર્ષ પણ નથી થયું ને દલજીત છૂટાછેડા લેશે!
મુંબઈ, ૪૧ વર્ષની ટીવી એક્ટ્રેસ દલજીત કૌરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પતિ નિખિલ પટેલની અટક હટાવી દીધી છે. આ સાથે દલજીતે તેમના પતિ સાથેના તમામ ફોટા અને વીડિયો પણ ડિલીટ કરી દીધા છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે દલજીત પતિથી છૂટાછેડા લઇ શકે છે.
દલજીત કૌરે ગયા વર્ષે ૧૮ માર્ચે બિઝનેસમેન નિખિલ પટેલ સાથે બીજા લગ્ન કર્યા હતા. લગ્ન પછી તે પતિ સાથે કેન્યા રહેવા લાગી. પરંતુ ગત મહિને દલજીત પુત્ર સાથે ભારત પરત આવી ગઈ હતી. દલજીતના નજીકના સૂત્રોએ જણાવ્યું છે કે શરૂઆતમાં તેમના લગ્નજીવનમાં બધું બરાબર ચાલી રહ્યું હતું. પરંતુ થોડા જ સમયમાં બંને વચ્ચે વાત વણસી હતી. દલજીત અને નિખિલ પણ સમજી ગયા કે તેઓ એકબીજા સાથે સુસંગત નથી.
છેલ્લા બે મહિનામાં સ્થિતિ વધુ વણસી છે. જો આ સિલસિલો યથાવત રહે અને બંને વચ્ચેનો અણબનાવ બંધ ન થાય તો દલજીત અને નિખિલ અલગ થવાનું નક્કી કરી શકે છે.
જો કે, આ અંગે દલજીત તરફથી હજુ સુધી કોઈ પુષ્ટિ મળી નથી. પરંતુ દલજીત કૌરની ટીમે જણાવ્યું કે અભિનેત્રી આ વખતે તેના પુત્ર સાથે પરત આવી છે કારણ કે તેમના પિતાની સર્જરી કરાવવાની હતી. ટીમે તેમના પુત્રની ગોપનીયતા જાળવવા પણ વિનંતી કરી હતી.
દલજીત કૌરે ૧૮ માર્ચ ૨૦૨૩ના રોજ દ્ગઇૈં બિઝનેસમેન નિખિલ પટેલ સાથે બીજા લગ્ન કર્યા હતા. દલજીત અને નિખિલ બંનેના આ બીજા લગ્ન છે.
દલજીતે પહેલાં ટીવી એક્ટર શાલીન સાથે લગ્ન કર્યા હતા. જેનાથી તેમને એક પુત્ર જેડેન છે. તે જ સમયે નિખિલ પણ પહેલેથી જ પરિણીત છે અને બે પુત્રીઓ આરિયાના અને અનિકાનો પિતા છે. રિપોર્ટ્સનું માનીએ તો બંને ગયા વર્ષે દુબઈમાં એક કોમન ફ્રેન્ડની પાર્ટીમાં મળ્યા હતા. આ પછી બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો.
દલજીત કૌરે પ્રથમ લગ્ન વર્ષ ૨૦૦૯માં ટીવી એક્ટર શાલીન ભનોટ સાથે કર્યા હતા. પણ પછી આ કપલ અલગ થઈ ગયું. બંનેએ વર્ષ ૨૦૧૫માં છૂટાછેડા લીધા હતા. દલજીતે છૂટાછેડા માટે ઘરેલું હિંસા, દહેજ ઉત્પીડન અને ઉત્પીડનને કારણ ગણાવ્યું હતું. જોકે, શાલીને આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.SS1MS