14મી ફેબ્રુઆરીએ 8માં “સમૂહ લગ્ન મહોત્સવ”નું અવ્વલ ફાઉન્ડેશન દ્વારા આયોજન
19 નવ- દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે
અમદાવાદ : અવ્વલ ફાઉન્ડેશન હંમેશાથી જ આર્થિક રીતે વંચિત લોકો, વૃદ્ધ નિઃસહાય લોકો, ગરીબ બાળકોના ભણતર, તીર્થ યાત્રા અને સામુહિક વિવાહ માટેની વિવિધ પ્રવૃત્તિઓ કરીને સમાજના હિતના માટેના કાર્યો કરતું આવ્યું છે. અવ્વલ ફાઉન્ડેશન (ઘરડાઘર) મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અભિસાર કલાલના નેતૃત્વ હેઠળ 14મી ફેબ્રુઆરી, 2024- બુધવારના રોજ 8માં સમુહલગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ સમૂહ લગ્નનું આયોજન ગાંધીનગરમાં કોબાસર્કલ પાસે આવેલ પ્રેક્ષા વિશ્વ ભારતી ખાતે કરવામાં આવી રહ્યું છે.
અવ્વલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ સમૂહ લગ્ન મહોત્સવમાં 19 નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પાટીદાર હિત રક્ષા સમિતિ ગુજરાતના મનિષા પટેલ ઉપસ્થિત રહેશે.
અવ્વલ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અભિસાર કલાલે જણાવ્યું હતું કે, “તમામ જાતિ, ધર્મ અને સમાજની દીકરીઓ માટેના સંગઠન અને સામુહિક લગ્ન કાર્યક્રમના અમલીકરણમાં ઘણાં દાતાશ્રીઓ યોગદાન આપીને મહિલાઓને સશક્તિકરણ કરવામાં અમને ટેકો આપે છે. 2015 થી દર વર્ષે અમે સામુહિક વિવાહનું આયોજન કરીએ છીએ અને અત્યાર સુધીમાં વિવિધ સમુદાયોની ઘણી દીકરીઓએ તેનો લાભ લીધો છે. આ ઈવેન્ટની વિશેષતા એ રહી છે કે દરેક ઈવેન્ટમાં લગભગ તમામ ઘરવાળાઓ સમાવિષ્ટ નવવિવાહિત યુગલોને 100 થી વધુ વસ્તુઓ ભેટમાં આપવામાં આવે છે.”