શુકલતીર્થ, મંગલેશ્વર નદી કાંઠા વિસ્તારોમાં ગેરકાયદેસર રેતીની લીઝો કોની?
ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટીના ગામોના નર્મદા નદી કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતું રેતી ખનન
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટીના શુકલતીર્થ,મંગલેશ્વર સહિતના નર્મદા નદી કિનારે ગેરકાયદેસર રીતે રેતી ખનન માફિયાઓ દ્વારા કરોડો રૂપિયાની રેતી ચોરીનું કૌભાંડ કરી રોયલ્ટી નહિ ભરી સરકારી તિજોરીને નુકશાન પહોંચાડી રહ્યા છે.જેમાં કેટલાક અધિકારીઓના છુપા આશીર્વાદ હોય તેમ જણાય આવે છે.
ભરૂચની મધ્ય માંથી પસાર થતી નર્મદા નદીના પટ માંથી છેલ્લા કેટલાય સમયથી મોટા પાયે આડેધડ રેટીનું ખનન થઈ રહ્યું છે.રેત માફિયાઓ દ્વારા મોટા ભાગે જરૂરી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રેતી ખનન માફિયાઓ દ્વારા નદી તેમજ બ્લોક વિસ્તાર માંથી ગેરકાયદેસર રેતી ખનન કરી રહ્યા છે. આજુબાજુના ગામ લોકોની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે તેમ છતાં પણ રેતી ખનન માફિયાઓ દ્વારા બે રોકતોક રીતે ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરવામાં આવી રહ્યું છે.
જેનાથી સરકારની તિજોરીમાં કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.જેની પાછળ માત્રને માત્ર વહિવટીતંત્ર જવાબદાર છે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી નર્મદા નદી માંથી રેતી ઉલચવા મોટાભાગે રેતી ખનન માફિયાઓ દ્વારા બ્લોક વિસ્તારમાં નાવડી મૂકી કરોડો રૂપિયાની રેતી ઉલેચી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે.
નદી કિનારાના પટમાં પુલિયા બનાવી ગેરકાયદેસર રીતે ટ્રકોની અવરજવર કરી રહ્યા છે જેને કારણે નદીનું વહેણ રોકી અવરોધ ઉભો કરવામાં આવે છે.નર્મદા નદીનું આધ્યાત્મિક ક્ષેત્રે મોટું મહત્વ રહેલું છે નર્મદા નદીના પટમાં આડેધડ થતાં રેતી ખનનથી પર્યાવરણને ખૂબ મોટું નુકસાન પહોંચી રહ્યું છે.ઉપરાંત નર્મદા નદીની આધ્યાત્મિકતાની ગરિમા પણ જોખમમાં મુકાય છે.
ભરૂચ તાલુકાના નદી કાંઠાના વિસ્તાર માંથી ગેરકાયદેસર ચાલતા રેતી ખનનને કારણે નદીમાં ઊંડા ખાડાઓ પડી જવાથી ડૂબી જવાની સંભાવનાઓ વધી રહી છે.વર્ષો પહેલા શુકલતીર્થ, મંગલેશ્વર, કબીરવડ, ઝનોર જેવા વિસ્તારમાં પાણીમાં અનેક માણસો ડૂબી જવાની ઘટનાઓ બનવા પામી છે.જેનું કારણ માત્રને માત્ર ગેરકાયદેસર ચાલતું રેતી ખનન કરતા ભૂ માફિયાઓ જ જવાબદાર છે.આવનાર સમયમાં વહીવટી તંત્ર ગેર કાયદેસર ચાલતા રેતી ખનનની લીઝ પર સ્થળ નિરીક્ષણ કરી કાયદેસરની કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.
ભરૂચ તાલુકાના શુકલતીર્થ,મંગલેશ્વર નદી કાંઠાના બ્લોક વિસ્તાર માંથી ગેરકાયદેસર રેતી ખનનની અનેક ફરિયાદો ઉઠવા છતાં પણ વહીવટી તંત્ર કોઈ નક્કર કામગીરી કરી શક્યું નથી તેની પાછળ માત્રને માત્ર વહીવટી તંત્રના છુપા આશીર્વાદ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.ત્યારે આવનાર સમયમાં વહીવટી તંત્રને ભગવાન સદ્દબુદ્ધિ આપે એ પણ જરૂરી છે.રેતી વાહન કરતાં માફિયાઓ દ્વારા મોટા ભાગે નિયમો વિરુદ્ધ રેતી ખનન થઈ રહ્યું છે.
નર્મદા નદીના પટ માંથી નિયમ વિરુદ્ધ આડેધર રેતી ખનન થઈ રહ્યું છે.ઉપરાંત રેતી વાહક વાહનો મોટા ભાગે ભીની અને પાણી નીકળતી રેતીનું વહન કરતા હોવાને કારણે રસ્તાઓને મોટું નુકસાન પહોંચી રહ્યુ છે.
ભરૂચના શુકલતીર્થ,મંગલેશ્વર જેવા પંંઠકમાં આવેલી રેતીની લીઝોમાં કેટલાક મોટા માથાઓ સહિત અધિકારીઓની ભાગીદારીની મિલીભગત હોવાનું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.અધિકારીઓને અનેક રજૂઆત કરવા છતાં પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને આંખ આડા કાન કરી દેવામાં આવે છે.