Western Times News

Gujarati News

કંગાળ બની ચુકેલા આ દેશે પોતાનું આખુ શહેર જ વેચવા કાઢયુંઃ ગણાય છે ધરતી પરનું સ્વર્ગ

Egypt (પ્રતિકાત્મક)

કસ્બે રાસ અલ હિકમાં નામના શહેરને ઈજીપ્તમાં ધરતી પરનું સ્વર્ગ ગણવામાં આવે છે

(એજન્સી)કૈર, પાકિસ્તાનની જેમ જ આર્થિક રીતે ખુવાર થઈ રહેલા આરબ દેશ ઈજીપ્તે તો હૈયે પતાનું આખુ શહેર વેચવા કાઢયું છે. આ શહેરને યુએઈના રોકાણકારોને સોપી દેવાનો નિર્ણય લેવાયો છે. ભુમધ્ય સમુદ્રના કિનારે આવેલા કસ્બે રાસ અલ હિકમાં નામના શહેરને ઈજીપ્તમાં ધરતી પરનું સ્વર્ગ ગણવામાં આવે છે.

પણ ઈજીપ્તની સરકારે રર અબજ ડોલરમાં તેને યુએઈના હવાલે કરી દેવાનો નિર્ણય લીધો છે. જેને લઈને ઈજીપ્તમાં રાષ્ટ્રપતી અબદુલ ફતેહ અલગ સીસ દેશમાં વિરોધ પણ શરૂ થઈ ગયો છે. ઈજીપ્તની સ્થિતી પણ પાકિસ્તાન જેવી છે. તેનો વિદેશી મુદ્રાશ ભંડાર ખાલી થઈ ગયો છે. અને તેને વિદેશી હુંડીયામણની સખ્ત જરૂર છે.

ઈજીપ્તની સરકારના એક ટોચના અધિકારીઓ કહયું હતું કે યુએઈના રોકાણકારો કસ્બે રાસ અને હિકમાને ખરીદવા જઈ રહયા છે. તેઓ આ શહેરને વિકસીત કરવા માટે રર અબજ ડોલરનો ખર્ચ કરશે. અમને ઓ શહેરમાં રોકાણ કરવા માટે ઘણી ઓફરો મળી હતી. પણ અમે યુએઈમાં પર પસંદગી ઉતારી છે. આ માટેની ડીલ પરી વાતચીત પુરી થઈ ગઈ છે.

આગામી દિવસોમાં કરાર પર હસ્તાક્ષર થવાની તૈયારી છે. જોકેઆ પહેલા પણ આ શહેરને વેચવા માટે સરકારે પ્રયત્નો કર્યા હતા અને તે વખતે પણ લોકોએ આ નિર્ણયની ટીકા કરી હતી. ટીકાકારોના કહેવા માણે આ ડીલ પછી ઈજીપ્ત પોતાના ખુબસુરત સમુદ્ર કિનારાઓ પરથી નિયંત્રણ ગુમાવી દેશે. ઈજીપ્તની ઈકોનોમીની વાત કરવામાં આવે તો આઈએમએફ સાથે તેની વાટાઘાટો ચાલી રહી છે. ઈજીપ્ત દ્વારા ૧૦ અબજ ડોલરનું બેલ આઉટ પેકેજ માંગવામાં આવે તેવી શકયતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.