વિદ્યા બાલન ભુલ ભુલૈયાના ત્રીજા ભાગમાં જોવા મળશે
મુંબઈ, કાર્તિક આર્યન ફરી એકવાર આવતી દિવાળી ૨૦૨૪ પર ‘રુહ બાબા’ના નવા અવતારમાં જોવા મળશે. આ મુવીની મંજુલિકા એટલે કે વિદ્યા બાલન પણ ભૂલ ભુલૈયા ૩માં પાછી નજરે પડશે. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતી વખતે કાર્તિકે માહિતી આપી હતી કે, વિદ્યા બાલન પાછી ફરી રહી છે. જ્યારથી આ સમાચાર આવ્યા છે ત્યારથી ફેન્સ સોશિયલ મીડિયા પર ઉત્સાહિત છે.
વર્ષ ૨૦૦૭માં જ્યારે ‘ભૂલ ભુલૈયા’ રીલિઝ થઈ ત્યારે લોકોએ તેમાં વિદ્યાને ખૂબ પસંદ કરી હતી. જો કે ૨૦૨૨માં રિલીઝ થયેલી ‘ભૂલ ભૂલૈયા ૨’માંથી વિદ્યા ફિલ્મમાં જોવા મળી નહોતી. પરંતુ શું તમને ખબર નહીં હોય કે આવું કેમ થયું? હવે જવાબ મળી ગયો છે કે વિદ્યા બાલન ‘ભૂલ ભુલૈયા ૨’નો ભાગ કેમ ન હતી. ફિલ્મના નિર્દેશક અનીસ બઝમીએ એકવાર આ વિશે જણાવ્યું હતું.
અહીંયા નોંધનીય વાત એ છે કે અક્ષય કુમાર પણ ‘ભૂલ ભુલૈયા ૨’માં જોવા મળ્યો નહોતો. તેની જગ્યાએ કાર્તિક જોવા મળ્યો હતો. તેથી જ્યારે આ ફિલ્મનું ટ્રેલર લાન્ચ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે તે ઇવેન્ટમાં તેના વિશે વાત કરતી વખતે અનીસ બઝમીએ કહ્યું હતું કે, અક્ષય અને વિદ્યા સ્ક્રિપ્ટ અનુસાર ફિટ નહોતા બેસતા.
જો કે ‘ભૂલ ભૂલૈયા ૨’માં લોકોએ કાર્તિક આર્યનને ખૂબ પસંદ કર્યો હતો. આ ફિલ્મે બોક્સઓફિસ પર પણ ખૂબ સારી એવી કમાણી કરી હતી.
રિપોર્ટ અનુસાર તેનું બજેટ લગભગ ૯૦ કરોડ રૂપિયા હતું અને તેણે વિશ્વભરમાં ૨૬૬ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ મુવી બોક્સ ઓફિસ પર એકદમ હટકે સાબિત થઈ હતી. તેની સફળતા પછી બધા ફિલ્મનો ત્રીજો ભાગ આવે તેની રાહ જોઈ રહ્યા છે. આ રાહ આવતી દિવાળી ૨૦૨૪ પર પૂર્ણ થવા જઈ રહ્યો છે.SS1MS