સલમાન ખાન અને સૂરજ બડજાત્યા ફરી સાથે કામ કરશે
મુંબઈ, સલમાન ખાન જલ્દી જ પોતાના ફેન્સને કેટલાક સારા સમાચાર આપી શકે છે. ભાઈજાન ટૂંક સમયમાં જ સૂરજ બડજાત્યા દ્વારા નિર્દેશિત મેગા બજેટ અને મોટા પાયાની ફિલ્મમાં જોવા મળશે.
સલમાન માટે આ ફિલ્મ ખૂબ જ ખાસ બની રહી છે, કારણ કે સૂરજ બડજાત્યાની દરેક ફિલ્મ જેમાં સલમાને કામ કર્યું છે તે સુપરહિટ રહી છે.હાલના એક રિપોર્ટ અનુસાર, આ ફિલ્મનું શૂટિંગ શરૂ થવામાં બે વર્ષ લાગી શકે છે કારણ કે તે હાલમાં અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, ફિલ્મની નજીકના એક સૂત્રને ટાંકીને લખવામાં આવ્યું છે કે સૂરજ બડજાત્યા અને સલમાન ખાને ફિલ્મની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ એક મોટા વિઝન સાથેની ફિલ્મ છે જે મોટા પાયે બનવા જઈ રહી છે.
સલમાનનું નિર્દેશન કરતા પહેલાં સૂરજ બડજાત્યા બીજી ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. બીજી તરફ સલમાન ખાન પણ ૨૬ મહિનાથી અન્ય ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે.
સૂરજ બડજાત્યા અને સલમાન ખાન બંનેના વ્યસ્ત શેડ્યૂલને કારણે ફિલ્મ થોડી આગળ ધપાવવામાં આવી છે. આ સમાચાર ચાહકો માટે ખૂબ જ રોમાંચક છે. જો સૂત્રોનું માનીએ તો, આ તેના પ્રકારની એક મોટી ડ્રામા ફિલ્મ હશે, જે વર્ષો સુધી યાદગાર રહેશે.
આ આગામી ફિલ્મ સિવાય સલમાન ખાન અને સૂરજ બડજાત્યાએ ૪ સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. સલમાન ખાને ૧૯૮૯માં સૂરજ બડજાત્યા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ સિવાય બંનેએ ‘હમ સાથ સાથ હૈ’, ‘હમ આપકે હૈ કૌન’ અને ‘પ્રેમ રતન ધન પાયો’માં કામ કર્યું છે.SS1MS