Western Times News

Gujarati News

ઉન્નાવ રેપ કેસમાં કુલદીપ સેંગરને આજીવન કારાવાસ

નવીદિલ્હી: ઉન્નાવ રેપ કેસમાં ધારાસભ્ય કુલદીપ સેંગરને દિલ્હીની તીસહજારી કોર્ટે આજે આજીવન કારાવાસની સજા ફટકારી હતી. આનો મતલબ એ થયો કે સેંગરને હવે આજીવન જેલમાં રહેવું પડશે. સાથે સાથે કોર્ટે પીડિત પરિવારને ૨૫ લાખ રૂપિયાના વળતરની પણ જાહેરાત કરી છે. કોર્ટે સેંગરને દંડ ભરવા મહિનાની મુદ્દત આપી છે. કોર્ટે કહ્યું છે કે, સીબીઆઈને પીડિત અને તેના પરિવારને પુરતા પ્રમાણમાં સુરક્ષા ઉપલબ્ધ કરાવવાનો પણ આદેશ કરાયો છે.


કોર્ટે કહ્યું છે કે, સીબીઆઈને પીડિતા અને તેમના પરિવારના સભ્યોના જીવનને ખતરો રહેલો છે અને તેમની સુરક્ષાની દરેક ત્રણ મહિનામાં મુલ્યાંકન કરવાની જરૂર રહેશે. કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને પીડિત અને તેના પરિવારના ભાડાના આવાસ માટે એક વર્ષે પ્રતિ મહિને ૧૫ હજાર રૂપિયાની ચુકવણી કરવાનો પણ આદેશ કર્યો છે. કોર્ટે એવો આદેશ પણ કર્યો છે કે, પીડિત અને તેના પરિવાર દિલ્હી મહિલા આયોગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા ભાડાના આવાસમાં એક વર્ષ સુધી રહેશે.
સજાની જાહેરાત કરતા કોર્ટે કહ્યું હતું કે, સેંગરે જે કંઇપણ કર્યું છે તે બળાત્કાર પીડિતાને ડરાવવા ધમકાવવા માટે કર્યું છે. નરમી જેવી કોઇ સ્થિતિ લાગી નથી.

સેંગર લોકસેવક તરીકે હતા અને પરિસ્થિતિનો  લાભ ઉઠાવ્યો હતો. કોર્ટે સીબીઆઈ દ્વારા આ સમગ્ર મામલામાં ચાર્જશીટ દાખલ કરવામાં વિલંબને લઇને નારાજગી વ્યક્ત કરી હતી જેના કારણે સેંગરની સામે સુનાવણી લાંબા સમય સુધી ચાલી હતી. સેંગરે ૨૦૧૭માં યુવતીનું અપહરણ કર્યા બાદ બળાત્કાર ગુજાર્યો હતો તે વખતે યુવતી સગીરા હતી. કોર્ટે સહ આરોપી શશી સિંહની સામે પણ આરોપો નક્કી કર્યા છે. બંધ કમરામાં સુનાવણીમાં જિલ્લા જજ ધર્મેશ શર્માએ પહેલા જ ૧૬મી ડિસેમ્બરના દિવસે ચુકાદો આપવાની જાહેરાત કરી હતી.

પીડિત યુવતીની કારને ૨૮મી જુલાઈના દિવસે એક ટ્રકે ટક્કર મારી દીધી જેમાં તે ગંભીરરીતે ઘાયલ થઇ હતી. દુર્ઘટનામાં યુવતીના બે સંબંધીના મોત થયા હતા. સુપ્રીમ કોર્ટે ઉન્નાવ બળાત્કાર મામલામાં દાખલ કરાયેલા તમામ પાંચ મામલાને પહેલી ઓગસ્ટના દિવસે ઉત્તરપ્રદેશને લખનૌની કોર્ટમાંથી દિલ્હીની કોર્ટમાં ખસેડવાનો આદેશ કર્યો હતો. ઉન્નાવ રેપ કેસના મામલામાં ભાજપમાંથી હકાલપટ્ટી કરવામાં આવેલા કુલદીપસિંહ સેંગર સગીરા રેપ કેસના મામલામાં ૧૬મી ડિસેમ્બરના દિવસે દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.

ઉન્નાવ રેપ અને અપહરણ મામલામાં સેંગર દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ કોર્ટમાં જ પડી પડ્યા હતા. કુલદીપ સેંગરની સામે દિલ્હીની તીસહજારી કોર્ટે સોમવારે પોતાનો ચુકાદો આપ્યો હતો. ૨૦૧૭ના અપહરણ અને બળાત્કારના મામલામાં ધારાસભ્ય સેંગરને દોષિત જાહેર કરીને કોર્ટે ચાર્જશીટ દાખલ કરવામાં વિલંબને લઇને સીબીઆઈને જારદાર ફટકાર લગાવી હતી. મહિલા આરોપી શશી સિંહને કોર્ટે નિર્દોષ જાહેર કરી દીધી હતી. ઉન્નાવ કેસના અન્ય ચાર મામલામાં હજુ ચુકાદો આવનાર છે. કોર્ટે ધારાસભ્ય સેંગરની મોબાઇલ લોકેશનને મહત્વપૂર્ણ ગણીને પોતાનો ચુકાદો આપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.