હારીજ મામલતદારે પડતું મુકતા અગાઉ ઝેરી દવા પીધી હતી
હારીજ, હારીજના મામલતદાર વીઓ પટેલે ગત રવિવારે કચેરીના ધાબા પરથી પડતું મુકીને જીવન ટૂંકાવ્યુ હતુ. વીઓ પટેલ રવિવારે સવારે હારીજ મામલતદાર કચેરીએ પોતાની ખાનગી કાર લઈને પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ઓફિસ ખોલાવીને ધાબા પર પહોંચ્યા હતા.
ધાબા પરથી તેઓએ છલાંગ લગાવી પડતું મુકતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. ઘટના બાદ સ્થાનિક પોલીસના અધિકારીઓ અને મામલતદાર કચેરીના અન્ય સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. આ દરમિયાન પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, પડતું મુકવા અગાઉ હારીજ મામલતદાર પટેલે ઝેરી દવા પીધી હતી.
આમ ઝેરી દવા વડે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં પડતું મુક્યુ હતું. વિશેરા પણ FSLમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જોકે ઘટનાના ત્રણ દિવસ બાદ પણ આપઘાતનું સ્પષ્ટ કારણ સામે આવી શક્યુ નથી.SS1MS