આલિયા ભટ્ટએ શ્રેષ્ઠ અભિનેત્રી માટેની બ્લેક લેડી જીતીને ફિલ્મફેરમાં એક ભાવુક સ્વિકૃતિ વક્તવ્ય આપ્યું
જેમાં તેનો સંપૂર્ણ શ્રેય રણવીર સિંઘ અને કરણ જોહરને આપ્યો !- જૂઓ 69માં હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ્સ 2024 વિથ ગુજરાત ટુરિઝમ, રવિવાર 18મી ફેબ્રુઆરી, રાત્રે 9 વાગે ઝી ટીવી, ઝી અનમોલ, ઝેસ્ટ, ઝીંગ પર ~
વર્ષની સૌથી વધુ અપેક્ષિત અને પ્રતિષ્ઠિત એવોર્ડ રાત્રીમાંની એક એવી, ફિલ્મફેરની 69મી આવૃતિએ બધાનું ધ્યાન ખેંચ્યું છે કે, કેમકે ટોચના સેલિબ્રિટી ગુજરાતના ગિફ્ટ સિટીમાં રેડ કાર્પેટ પર જોવા મળ્યા છે. તેને સિનેમાની કલાત્મક અને ટેકનિકલ શ્રેષ્ઠતાને સન્માનિત કરી અને એવોર્ડ નાઈટ દરમિયાન અસંખ્ય દિગ્ગજ કલાકારો, ફિલ્મ મેકર્સ અને ટેકનિશિયન્સને પ્રેરણાદાયી સફરને બિરદાવી છે,
આ એવોર્ડ નાઇટ દરમિયાન હિન્દી ફિલ્મ ઉદ્યોગના કેટલા જાણિતા નામોએ તેમનું જોરદાર પફોર્મન્સ આપ્યું. બધાની આંખો ઝી ટીવી પર મંડાયેલી છે, કેમકે પ્રથમ વખત ફિલ્મફેર એવોર્ડ્સ આ નેટવર્ક પર પ્રસારિત થશે. 69માં હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ્સ 2024 વિથ ગુજરાત ટુરિઝમ પ્રસારિત થશે 18મી ફેબ્રુઆરી રાત્રે 9 વાગ્યાથી ઝી ટીવી, ઝી અનમોલ, ઝેસ્ટ, ઝીંગ પર.
જ્યારથી રોકી ઔર રાની કી પ્રેમ કહાની રિલીઝ થઈ છે, ત્યારથી જ લોકોએ રોકી અને રાની પર ખૂબ જ પ્રેમ વરસાવ્યો છે. તાજેતરના ફિલ્મફેર એવોર્ડ્સની 69મી આવૃતિ નિમિતે, પ્રતિભાશાળી આલિયા ભટ્ટને રાનીના પાત્રને અદ્દભુત રીતે નિભાવવા બદલ બેસ્ટ એક્ટર ઇન અ લિડીગ રોલ (ફિમેલ) શ્રેણીમાં પ્રસિદ્ધ બ્લેક લેડીનું સન્માન મળ્યું છે. તેને સ્વિકાર્ય વક્તવ્યમાં આ એવોર્ડ તેના સહ-કલાકાર અને દેશના દિલોંની ધડકન રણવીર સિંઘ, જે રોકી રંધાવા તરીકે જાણિતો છે, તેને સમર્પિત કર્યો છે. આલિયાએ રણવીરને તેના અદ્દભુત સહયોગ તથા તેના રાણીના પાત્રમાં ઊંડાણ લાવવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.
આલિયા કહે છે, “આ એવોર્ડ અને મારું પફોર્મન્સએ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના અન્ય અડધા હિસ્સા રોકીનો પર્યાય છે. તો રણવીર સિંઘ, જો તું આ જોઈ રહ્યો હોય તો, હું 6 મહિના માટે આ એવોર્ડ તને મોકલીશ અને વર્ષમાં આપણે તેને આ રીતે વહેંચીશું. કેમકે તારા જેવા સુંદર સહ-કલાકાર વગર આ શક્ય જ ન હતું, મને નથી લાગતું કે, હું તારા વગર હું અહીં ઉભી રહી શકી હોત. તો તારો ખૂબ-ખૂબ આભાર, રણવીર!” Alia Bhatt gives an emotional acceptance speech on winning the Black Lady for Best Actor (Female), credits Ranveer Singh and Karan Johar, watch it on Zee TV! –
તે ઉમેરે છે, “રોકી ઔર રાની કી પ્રેમ કહાની એ એક પ્રેમ કથા છે, પણ મૂવી સાથેની મારી પ્રેમકથાની શરૂઆત એક જ વ્યક્તિને લીધે છે અને તે છે, કરણ જોહર. તો તમારો ખૂબ જ ખૂબ આભાર કે,મને ખબર છે કે, મારા આંસુ સાથે આ સ્ટેજ પરથી મેં ઘણી વખત તમારો આભાર માન્યો છે, અને હજી પણ હું સ્ટેજ પર હોય કે ન હોય હું હંમેશા તમારી આભારી રહીશ કેમકે તમે મારા પર ભરોસો બતાવ્યો છે અને તમે મને ખૂબ જ પ્રેમ આપ્યો છે, તમને મને ઉર્જા આપી છે અને તેના માટે હું ખૂબ જ આભારી છું. મને તમારી રાની બનાવવા માટે તમારો ખૂબ-ખૂબ આભાર.”
આલિયાએ બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મેળવીને તેનું દિલ ખોલી નાખ્યું, ત્યારે દર્શકો પણ આ સાંજને યાદગાર કરતા પફોર્મન્સ તથા સુંદર ચર્ચાઓને માણવા માટે ઉત્સાહિત છીએ.